જામનગર જીલ્લામાં ઘરફોડ ચોરીના બનતા બનાવોને અટકાવવા તથા અન્ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા
પોલીસ અધિક્ષકશ્રી પ્રેમસુખ ડેલુ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.એન.ઝાલા સાહેબની સુચના અને પોલીસ ઇન્સપેકટરશ્રી કે.જે.ભોયે સાહેબના માર્ગદર્શન મુજબ આજરોજ સીટી બી ડીવી પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોર્ડના પો.સબ ઇન્સ. એમ.એન.જાડેજા સ્ટાફ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઈ. હિતેશભાઈ ચાવડા તથા પો. કોન્સ. યુવરાજસીહ જાડેજા, હરદીપભાઈ બારડને ચોકકસ સયુંક્ત બાતમી રાહે હકીકત મળેલ કે જી.જી.હોસ્પીટલ રોડ પર બે ઈસમો સોનાના દાગીના વેચવા માટે પ્રયત્ન કરે છે જેથી તેઓએની હકીકત મેળવી વોચ ગોઠવી આરોપીઓ (૧) નિખીલ સાઓ જયેશભાઇ પ્રતાપભાઇ કેશોર જાતે ખવાસ ઉ.વ.૨૭ ધંધો મજુરી રહે. નવાગામ ઘેડ, ટી.બી.હોસ્પીટલ પાછળ, માત્ર આશીષ સોસાયટી શેરી નં,ર, જામનગર (૨) તુષાર સાઓ જયેશભાઇ પ્રતાપભાઇ કેશોર જાતે ખવાસ ઉ.વ.રર ધંધો ડી.જે.નો રહે.નવાગામ ઘેડ, ટી.બી.હોસ્પીટલ પાછળ માત્ર આશીષ સોસાયટી શેરી નં.ર, જામનગર ને પકડી પાડી અંગઝડતી કરતા બન્ને ઈસમોના કબ્જામાથી નીચે મુજબના સોનાના દાગીના મળી આવેલ છે(૧) કાળા મોતી વાળુ મંગળસુત્ર નંગ ૧ જેનુ વજન ૩૨ ગ્રામ ૭૫૦ મીલીગ્રામ કિ.રૂ. ૭૦,૦૦૦/
(૨) સોનાનો ચેઇન નંગ ૧ જેનુ વજન ૧૮ ગ્રામ ૫૪૦ મીલીગ્રામ કિ.રૂ. ૭૦,૦૦૦(૩) બુટી જોડી નંગ ૧ જેનુ વજન ૭ ગ્રામ ૯૮૦ મીલીગ્રામ કિ.રૂ. ૨૫,૦૦૦(૪) બુટી જોડી નંગ ૧ જેનુ વજન ૨ ગ્રામ ૮૭૦ મીલીગ્રામ કિ.રૂ. ૧૦,૦૦૦/ (૫) બુટી જોડી નંગ ૧ જેનુ વજન ૨ ગ્રામ ૯૪૦ મીલીગ્રામ કિ.રૂ. ૧૦,૦૦(૬) એયરીંગ (બુટી) લટ સાથે જોડી નંગ ૧ જેનુ વજન ૧૬ ગ્રામ ૬૮૦ મીલીગ્રામ કિ.રૂ. ૫૦,૦૦(૭) એયરીંગ જોડી નંગ ૧ જેનુ વજન ૧૧ ગ્રામ ૮૮૦ મીલીગ્રામ કિ.રૂ. ૩૫,૦૦૦/ (૮) ઝુમર જોડી નંગ ૧ જેનુ વજન ૧૦ ગ્રામ ૫૩૦ મીલીગ્રામ કિ.રૂ. ૩૫,૦૦૦/ (૯) કાનની બાલી જોડી નંગ ૧ જેનુ વજન ૫ ગ્રામ ૩૦૦ મીલીગ્રામ કિ.રૂ. ૧૮,૦૦૦/ (૧૦) કાનની બુટી નંગ ૧ જેનુ વજન ૨ ગ્રામ ૨૪૨ મીલીગ્રામ કિ.રૂ. ૯,૦૦(૧૧) મંગળસુત્રનુ પેડલ નંગ ૧ જેનુ વજન ૨ ગ્રામ ૯૦૦ મીલીગ્રામ કિ.રૂ. ૧૦,૦૦૦
ઉપરોકત સોના બાબતે મજકુરોની યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા આજથી છ સાત દિવસ પહેલા માત્ર આશીષ સોસાયટી, શેરી નં ૩ માં આવેલ રહેણાક મકાનમાથી ચોરી કરી મેળવેલ હોવાની કબુલાત આપતા આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલ સોનાના દાગીના ૧૧૪ ગ્રામ કી ૨ ૩,૪૨,૦૦૦ રીકવર કરી જામ,સીટી બી ડીવી. પો.સ્ટે નો અનડીટેકટ ચોરીનો ગુનો શોધી કાઢેલ છે
આ કામગીરી પો.ઈન્સ શ્રી કે.જે.ભોયે તથા પો.સબ ઇન્સ. એમ.એન.જાડેજા તથા એ.એસ.આઇ. હિતેશભાઇ ચાવડા તથા પો.હેડ કોન્સ. રાજેશભાઈ વેગડ, ક્રિપાલસિંહ સોઢા, મુકેશસિંહ રાણા તથા પો.કોન્સ ધર્મેન્દ્રસિંહ જાડેજા, હરદીપભાઇ બારડ, સંજયભાઇ પરમાર, યુવરાજસિંહ જાડેજા, હિતેશભાઇ સાગઠીયા, દ્વારા કરવામાં આવેલ છે.
યોગેશ ઝાલા – જામનગર