જામનગર મહાનગરપાલિકાના માનનીય શ્રીમતી બીનાબેન કોઠારી દ્વારા શહેરના સાધનાકોલોની લાલપુર રોડ ખાતે આવેલા ચિલ્ડ્રન હોમ ના બાળકો માટે રમત ગમત અને વ્યાયામ ના સાધનો આપવામાં આવ્યા હતા તેનો ઉદઘાટન કાર્યક્રમ આજરોજ યોજાઈ ગયો.
જામનગર મહાનગરપાલિકાના સાધના કોલોની વિસ્તારમાં લાલપુર રોડ ખાતે આવેલા ચિલ્ડ્રન હોમ જુવેનાઈલ કોર્ટના બાળકો માટે માનનીય મેયર શ્રીમતી બીનાબેન કોઠારી દ્વારા રૂ.2લાખ 52 હજાર ના ખર્ચે જુવેનાઈલ બાળકોના સર્વાંગી વિકાસ માટે રમત-ગમત અને વ્યાયામ ના સાધનો અર્પણ કરવામાં આવ્યા છે , આજે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી અને જિલ્લા બાળ વિકાસ સુરક્ષા એકમ દ્વારા આ ચિલ્ડ્રન હોમ ખાતે બાળકો માટેની સુવિધાઓ મનનીય મેયર શ્રીમતી બીનાબેન કોઠારી ના વરદ હસ્તે પ્લે એરિયા ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
આ ઉદઘાટન કાર્યક્રમ પ્રસંગે મનનીય મેયર શ્રીમતી બીનાબેન કોઠારી , સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી મનીષભાઈ કટારીયા સાહેબ, શાસક પક્ષના નેતા શ્રીમતી કુસુમબેન પંડ્યા, સંસ્કૃતિક સમિતિના ચેરપર્સન શ્રીમતી હર્ષાબા પી. જાડેજા, દંડક શ્રી કેતનભાઈ ગોસરાણી, વિરોધ પક્ષના નેતા શ્રી આનંદભાઈ રાઠોડ, કોર્પોરેટર શ્રીમતી ક્રિષ્નાબેન સોઢા, શહેર ભાજપ અધ્યક્ષ શ્રી ડો. વિમલભાઈ કગથરા ,મહામંત્રી શ્રી પ્રકાશભાઈ બાંભણિયા ,મહામંત્રી શ્રી વિજયસિંહ જેઠવા સહિતના કોર્પોરેટરો, સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા
ઉમેશ માવાણી – જામનગર