જામનગરના પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલ સા.નાઓની સુચના તથા એસ.ઓ.જી. ના ઈન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર શ્રી કે.જે.ભોયે સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટર એ.એસ.ગરચર સાહેબના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી. સ્ટાફના માણસો કાલાવડ ગ્રામ્ય વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા
દરમ્યાન એસ.ઓ.જી. સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ મયુદીન સૈયદ તથા રમેશભાઇ ચાવડા તથા અરજણભાઇ કોડીયાતર ને બાતમી મળેલ કે, મોટા વડાળા ગામમાં બસ સ્ટેશનની સામેની શેરીમા સુનિલ પટેલ નામનો ઈસમ મેડીકલ ડોકટર ને લગતી ડિગ્રી ધરાવતા ના હોવા છતા ભાવિન વિડીયો ક્લીનીક” નામથી દવાખાનું ખોલી મજકુર ઇસમ દર્દીઓને તપાસી તે દર્દીઓને અલગ અલગ પ્રકાર ની દવાઓ તેમજ ઈન્જેકશનો આપી તેમજ બાટલા ચડાવી પૈસા વસુલ કરે છે તેવી હકિકત આધારે રેઇડ કરી મજકુરના કબ્જામાંથી (૧) DIAMOND નામની કંપનીનુ સ્ટેથો સ્કોપ-૧ કી.રૂ. ૩૦૦/- (૨) DIAMOND કંપનીનું બી.પી. માપવાનુ મશીન-૧ કી.રૂ.૧૦૦૦/-(3) DNS કંપનીના ગ્લુકોશ ના ૫૦૦ એમ.એલ ના પ્રવાહી ભરેલ બાટલા નંગ-૬૧, (૪) DISPOVAN કંપનીના સીરીંજ નંગ-૨૩૦ (૫) BD EMERALD કંપનીના સીરીજ નંગ-૭૬ (૬)BRITISH PHARMACIES કંપનીનું ૬૦ ML નું સીરપ નં-૨૪ (૭) BRITISH PHARMACIES કંપનીનું ૬૦ ML નું સીરપ નં-૧૩ (૮) ELDERVIT-12 કંપનીના ઇન્જેકશન પેકેટ ૨૨ નંગ જે એક પેકેટમા ૬ નંગ ઇન્જેકશન કુલ ૨૨ પેકેટના કુલ ઇન્જેકશન-૧૩૨ (૯) CLEMENTIS કંપનીનું બોકસ હોય જે જોતા (૧૦) HILTON LIFESCIENCES કંપનીના કેપ્સ્યુલના બોક્સમાં જોતા ૧૯ સ્ટ્રીપ હોય જે એક સ્ટ્રીપની કી.રૂ.૧૮૦/-(૧૦)અલગ અલગ કંપનીની ટેબલેટ કી.રુ.૩૫૦૦/-(૧૧) GREBE_PHARMACEUTICALS કંપનીનુ ડ્રાઇ સીરપ કુલ નંગ-૮૭ ગણી એમ કુલ રૂ.૨૨,૬૮- નો મુદામાલ કબ્જે કરી પોલીસ હેડ કોન્સ્ટેબલ શ્રી યુદીન સૈયદ એ મજકુર વિરૂધ્ધ ગુજરાત મેડકીલ પ્રેકટીશનર્સ એક્ટ હેઠળ ફરીયાદ આપી પોલીસ હેડ કોન્સ્ટેબલ શ્રી અરજણભાઇ કોડીયાતર એ કાયદેસર કાર્યવાહી કરેલ છે.
આરોપી સુનિલ ગોબરભાઇ કથીરીયા જાતે પટેલ ઉવ,૫૬ રહે સત્યસાઈ રોડ, શીવ આરાધના સોસાયટી, શેરી નં-૧ રાજકોટ
આ કાર્યવાહી ઈન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર શ્રી કે.જે.ભોયે તથા પોલીસ સબ ઇન્સ્પેકટર એ.એસ.ગરચર ની સુચના થી એસ.ઓ.જી. સ્ટાફના પો.હેડ.કોન્સ. મયુદિનભાઇ સૈયદ, રમેશભાઇ ચાવડા, અરજણભાઇ કોડીયાતર તથા યુ.પો.કોન્સ. પ્રિયંકાબેન ગઢીયા તથા ડ્રા.પો.હેડ કોન્સ. સહદેવસિંહ ચૌહાણ દ્વારા કરવામા આવેલ છે.
ઉમેશ માવાણી – જામનગર