શાખાનું ગ્રાઉન્ડ ત્રણમાંથી એક પણ અરજદારને ન આપવા વહીવટદારનો નિર્ણય..
તારીખ ૨૭/૮/૨૦૨૨ના રોજ સંતો- મહંતો વિશ્વ હિન્દુ પરિષદ, આર.એસ.એસ. તથા અગ્રણીઓ દ્વારા ગણપતિ સ્થાપન વિવાદનો અંત આવ્યો છે વાંકાનેર ખાતે આર.એસ.એસ. શાખા ગ્રાઉન્ડનો જે વિવાદ ચાલી રહ્યો હતો જેમાં ગણપતિ ઉત્સવ ની ઉજવણી માટે મનોહરસિંહ ઝાલા, મેહુલ ઠાકરાની તેમજ જીતુ સોમાણી આમ અલગ-અલગ ત્રણ અરજદારોએ અરજી કરેલી હતી. જેના કારણે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. તથા સમસ્ત વાંકાનેરના લોકોમાં ધાર્મિક વાતાવરણ ડોહોળાઈ રહ્યું હતું તેવી પરિસ્થિતિમાં તારીખ ૨૭/૮/૨૦૨૨ ના રોજ શ્રી રઘુનાથજી મંદિરમાં શ્રી છબીદાસ બાપુ ના સાનિધ્યમાં સંતો-મહંતો, શ્રી અશ્વિનભાઈ રાવલ, શ્રી રેવાદાસજી મહારાજ, શ્રી ખુશાલગીરી મહારાજ, શ્રી નિલેશગીરી મહારાજ તથા વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો, આર.એસ.એસ. ના આગેવાનો, અન્ય સામાજિક અગ્રણીઓ એ ઉપસ્થિત રહી આ સમસ્યાના ઉકેલ માટે મનોહરસિંહ જાડેજા તેમજ મેહુલ ઠાકરાણીને સમજાવવા આ બન્ને અરજદારોને બોલાવ્યા હતા, અને બધા દ્વારા સમજાવતા અંતે આ બન્ને અરજદારોએ આ વિવાદિત ગ્રાઉન્ડ માટે જે તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે તેને માન્ય રાખી હાલ આ ગ્રાઉન્ડમાં આ બંને અરજદારો દ્વારા કોઈ કાર્યક્રમ કરવામાં આવશે નહિ તેવી વાત જણાવવામાં આવિ હતી
ભૂતકાળમાં વહીવટી તંત્ર એ પણ ત્રણેય અરજદારોને સમજાવેલ પરંતુ નહીં સમજતા વહીવટી તંત્રએ આ વિવાદિત ગ્રાઉન્ડ કોઈને ન આપવું તેવો નિર્ણય લીધેલ હતો જે બે અરજદારે તે નિર્ણય ને માન્ય રાખેલ છે.આજે સંતો-મહંતો એ સમજાવતા બે અરજદારે એવું આશ્વાસન આપ્યું કે ધાર્મિક માહોલ ડામાડોળ કરવા અમે ઈચ્છતા નથી તથા તે અરજદારોએ એવી ઈચ્છા પણ બતાવી કે અમારે કાયદો તથા તંત્રની ઉપરવટ જવું નથી તંત્રની દ્વારા કાયદાની વ્યવસ્થાના ભાગ રૂપે તથા સંતો-માહંતો તથા હિન્દુ આગેવાનોની લાગણીને ધ્યાનમાં રાખીને અમે કોઈ વિવાદાસ્પદ કામ નહીં કરીએ તેવી ખાતરી આપી હતી જેથી વિવાદનો અંત આવ્યો છે
હવે જો આ વિવાદજ પુરો થઈ ગયો હોય ત્યારે વાંકાનેર ની પ્રજાને ગેરમાર્ગે દોરી વાંકાનેરની જનતાને બાનમાં લેવાનો કારસો શું કામ!. વાંકાનેર બંધનું એલાન આપી શું! સાબિત કરવા માગે છે. આજે સમજુ અને સાણા વેપારીઓ દ્વારા આ બંધને સમર્થન શું! કામ. શું! સમર્થન આપવા પાછળ ક્યાંક ડર હોય શકે.. એવી લોકમુખે ચર્ચાઓ સંભળાય છે, કે ખરેખર ગણપતિ ઉત્સવ માટે છે કે પછી આ એક રાજકીય સ્ટંટ છે ???, કે પછી સતત વિવાદમાં રહી પોતાના રાજકીય રોટલા શેકવા પ્રજાને કેમ ગેરમાર્ગે દોરે છે. ???. સતા સામે સાણ પણ ક્યાં સુધી!!!, લાગે છે કે તંત્રે પણ જીતુ સોમાણી સામે ઘૂંટણ ટેકવા પડશે…