જામનગર શહેરમા બનતા ઘરફોડ ચોરીના અનડિટેક્ટ ગુન્હા શોધવા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી જયવિરસિંહ એન. ઝાલા સાહેબ ની સુચના તથા પોલીસ ઇન્સપેકટર શ્રી એમ.જે.જલુ સાહેબના માર્ગદર્શન મુજબ સીટી એ ડીવી. પો.સ્ટે. ના સર્વેલન્સ સ્ટાફના માણસો પો.સબ.ઇન્સ. એમ.વી.મોઢવાડાયા સાહેબ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજરોજ તા.૨૮/૦૮/૨૦૨૨ ના રોજ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના પો.હેડ.કોન્સ. દેવાયતભાઇ રામાભાઇ કાંબરીયા તથા પો.હેડ.કોન્સ જીતેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા તથા પો.કોન્સ. વિક્રમસિંહ ભરતસિંહ જાડેજાને તેમના અંગત બાતમીદારોથી સંયુક્ત હકિકત આધારે આરોપી (૧) અભય ઉર્ફે અભી રાજેશભાઈ ઉર્ફે રમેશભાઇ કુવરીયા જાતે- ભાવસાર ઉવ-૨૦ ધંધો- મજુરી રહે ગુલાબનગર સામેનો ઢાળીયો નારાણનગર બ્લોક નં-૧૦૨ જામનગર વાળાને મોહનનગર ઢાળીયા પાસે આવેલ માલધારી હોટલ પાસેથી ઘરફોડ ચોરીમાં ગયેલ સોનાના ઘરેણા વેચેલના પોતાના ભાગે આવેલ રોકડા ૩-૫૦,૦૦૦/- સાથે પકડી પાડી તેમજ મજકુર આરોપીઓની પુછપરછ પરથી આરોપીઓ (૨) જયરાજસિંહ નવલસિંહ કંચવા જાતે ગીરા ઉવ.૨૧ ધંધો. વેપાર રહે. ગુલાબનગર તાળીયા હનુમાન મંદિરની પાછળ જામનગર તથા (૩) ફૈઝલ હાજીભાઇ સુંઘરા જાતે માજોઠી ઉવ.૧૯ ધંધો. મજુરી રહે. ગુલબનગર રાજપાર્ક ગુરૂકૃપા પાનવાળી શેરી જામનગર તથા (૪) કાયદાથી સંઘર્ષિત કિશોર વાળાઓ પાસેથી ઘરફોડ ચોરીમાં ગયેલ સોનાના ઘરેણા વેચેલના પોતાના ભાગે આવેલ રોકડા રૂ-૧,૫૫,૦૦૦/- મળી કુલ રોકડા રૂ ૨,૦૫,૦૦૦/- સાથે પકડી પાડી જામનગર સીટી એ ડીવી.પો.સ્ટે. ગુ.ર.ન. ૧૧૨૦૨૦૦૮૨૨૧૩૪૦ ઈપીકો કલમ ૩૮૦,૪૫૪,૪૫૭ ના સોનાના વેચાણ કરેલ રૂપીયા તરીકે કબ્જે કરી ઘરફોડ ચોરીનો ગુનો ડીટેક્ટ કરેલ છે.
આ કામગીરી પો.ઇન્સ. એમ.જે.જલુ સાહેબ તથા પો.સબ.ઇન્સ. એમ.વી.મોઢવાડીયા સા. તથા પો.હેડ.કોન્સ દેવાયતભાઇ રામાભાઇ કાંબરીયા તથા મહિપાલસિહ મયુરસિંહ જાડેજા તથા યુવરાજસિંહ વિક્રમસિંહ જાડેજા તથા જીતેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા તથા સુનીલભાઇ અરજણભાઇ ડેર તથા પો.કોન્સ મહાવીરસિંહ વનરાજસિંહ જાડેજા તથા પ્રવિણભાઇ ભીખાભાઇ પરમાર તથા રવીરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા તથા યોગેન્દ્રસિંહ નીરૂભા સોઢા તથા વિક્રમસિંહ ભરતસિંહ જાડેજા દ્રારા કરવામા આવેલ છે.