જામનગર જીલ્લાના પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબ નાઓની સુચના તથા એલ.સી.બી. ના ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી કે.જે.ભોયે ના ઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ. શ્રી આર.બી.ગોજીયા તથા પો.સ.ઇ.શ્રી સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં પ્રોહી જુગારના કેશો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના યોગરાજસિંહ રાણા, યશપાલસિંહ જાડેજા તથા અજયસિંહ ઝાલાને મળેલ ખાનગી હકિકત આધારે જામનગર શહેરમાં મોમાઇનગર શેરી નંબર-૫ માં રહેતા યશપાલસિંહ ઉર્ફે ગડીયો નરેન્દ્રસિંહ જાડેજાના મકાન માંથી અલગ અલગ બ્રાન્ડની ઇગ્લીશ દારૂ બોટલ નંગ ૮૮ કિ.રૂ. ૩૫,૨૦૦/- નો મુદામાલ મળી આવતા કબ્જે કરી મજકુર આરોપીઓ વિરૂધ્ધ પો.હેડ કોન્સ, ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ફરીયાદ રીપોર્ટ આપતા પો.હેડ કોન્સ. દિલીપભાઇ તલાવડીયાએ પ્રોહીબીશન ધારા હેઠળ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે. દારૂ મંગાવનાર (૧) યશપાલસિંહ ઉર્ફે ગડીયો નરેન્દ્રસિંહ જાડેજા તથા (૨) પ્રતિપાલસિંહ નરેન્દ્રસિંહ જાડેજા રહે. બંને મોમાઇનગર જામનગર વાળાને પકડવાની કાર્યવાહી ચાલુમાં છે.
પકડાયેલ આરોપી
(૧) ક્રિપાલસિંહ બળવંતસિંહ સરવૈયા રહે. ગાંધીનગર આશાપુરા માતાના મંદિર પાછળ, જામનગર
યોગેશ ઝાલા – જામનગર