Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

બાપ્પાના સ્વાગત માટે આ નેચરલ કલરથી કરો રંગોળી, ખુશ થઇ જશે વિધ્નહર્તા

ગણેશોત્સવના 10 દિવસોમાં તમે આ રીતે અલગ-અલગ રંગોળી કરો છો તો તમારા ઘરની સુંદરતા વધી જાય છે.

બસ હવે એક જ દિવસ ગણેશ ચતુર્થીનો બાખી છે ત્યાં અનેક લોકો ઘામધૂમથી તૈયારીઓ કરી રહ્યા છે. હિન્દુ ધર્મમાં આ તહેવારને ખૂબ ઉત્સાહપૂર્વક મનાવવામાં આવે છે. આ તહેવારમાં અનેક લોકો મજા કરતા હોય છે. એક દિવસ બાખી હોવાને કારણે અનેક લોકો પોતાનું ઘર તેમજ ઓફિસને સજાવી રહ્યા છે. ભગવાન શિવ અને ગૌરી પુત્ર ગણેશના જન્મદિવસના રૂપમાં આ તહેવારને મનાવવામાં આવે છે. આ તહેવાર 10 દિવસ સુધી ચાલે છે. જો કે ગણેશ સ્થાપના પહેલા અનેક લોકો પોતાનું ઘર સજાવતા હોય છે. આ ઘર સજાવવા માટે લોકો અનેક પ્રકારની રંગોળી પણ કરતા હોય છે. આમ, જો તમે બાપ્પાના સ્વાગત માટે આ રીતે રંગોળી કરો છો તો તમારો રૂમ મસ્ત લાગે છે અને કંઇક નવું પણ લાગે છે. તો તમે પણ આ રીતે બનાવો રંગોળી…

  • તમે તમારા ઘરમાં રંગ બનાવીને રંગોળી બનાવી શકો છો. આ રંગોળી બન્યા પછી બહુ જ મસ્ત લાગે છે. આ માટે તમે ફુડ કલર, હળદર જેવી અનેક વસ્તુઓની સાથે મિક્સ કરીને રંગોળી બનાવી શકો છો. રંગબિરંગ ફુડ કલર તમે રંગોળીના રૂપમાં ઉપયોગ કરો છો તો રંગોળી બહુ જ મસ્ત બને છે.
  • ફુલોની ડિઝાઇન્સ સાથે પણ તમે રંગોળી બનાવી શકો છો. ફુલો રંગોળીમાં બહુ મસ્ત લાગે છે. આ માટે તમે ગણેશજીને પહેલા ચોકથી દોરી લો અને પછી એમાં ફુલોથી શણગારો. આમ કરવાથી આ રંગોળી બહુ જ મસ્ત બને છે અને દેખાવમાં પણ સુંદર લાગે છે. આ ફુલોની મહેંક તમારા આખા ઘરમાં આવે છે.
  • બજારમાંથ ગણપતિદાદાની સારી ડિઝાઇન્સ લાવીને પણ તમે રંગોળી બનાવી શકો છો. આ ડિઝાઇન્સમાં રંગ ભરીને તમે રંગોળીને એક નવું રૂપ આપી શકો છો. આ રંગોળી બન્યા પછી ખૂબ સુંદર લાગે છે. આ રંગોળી તમે તમારા ઘરમાં એન્ટ્રસમાં દોરો છો તો બહુ મસ્ત લાગે છે.
  • તમે રંગોળીને દીવાથી પણ સજાવી શકો છો. આ રંગોળી તમે ફુલ અને દીવા એમ બન્નેની સાથે બનાવો છો તો બહુ મસ્ત લાગે છે. ફ્લાવર્સની સાથે દીવા કરીને તમે ઘરને એક નવો લુક આપી શકો છો.

Related posts

પિંક ફાઉન્ડેશન દ્વારા આયોજિત શક્તિ મહોત્સવ ૨૦૨૨ યોજી કર્યું નવરાત્રિનું વેલ કમ..!!

Gujarat Darshan Samachar

પાલીતાણામાં પત્રકાર એકતા પરિષદ દ્વારા વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો

વાંકાનેર : કોન્ટ્રાકટર, અને બાંધકામ શાખાના અધિકારીઓની મિલી ભગતથી ખુલો ભ્રષ્ટાચાર…

Gujarat Darshan Samachar

Leave a Comment

टॉप न्यूज़