જામનગર ના ખીમલીયા ગામે આવેલ ખીમલિયા કન્યા શાળા (તા.જી.જામનગર)માં 69માં સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 18 મો બ્લડ ડોનેશન કેમ્પ, સર્વ રોગ નિદાન કેમ્પ, સાંસ્કૃતિક કાર્યક્રમ,વિદ્યાર્થીનીઓનું સન્માન અને 162 વિદ્યાર્થીનીઓને નાસ્તા વિતરણ નો કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમ માં 18 માં બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ જેમાં ગામના 35 યુવનમિત્રોએ રક્તદાન કરેલ.તેમજ લાયન્સ કલબ ઓફ જામનગર ( ઈસ્ટ) દ્વારા બ્લડ ડોનર્સ મિત્રોનું ગિફ્ટ આપી સન્માન કરવામાં આવેલ.દર ત્રણ મહિને રેગ્યુલર આ બ્લડ ડોનર્સ કેમ્પ નું આયોજન શાળામાં કરવામાં આવે છે. એકઠું થયેલ બ્લડ જામનગર ની જી.જી.હોસ્પિટલ બ્લડ બેકમાં મોકલવામાં આવે છે.
દર વર્ષે 27 મી ઓગષ્ટ ના રોજ શાળા માં સ્થાપના દિવસની ઉજવણી શાળા પરિવાર દ્વારા કરવામાં આવે છે આ વર્ષે સર્વ રોગ નિદાન કેમ્પ નું આયીજન અક્ષરામૃત હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલ જેમાં હોસ્પિટલ ના મેનેજિંગ ડાયરેક્ટર ડૉ. યોગેશ ધ્રુવ અને તેની ટીમ ના ડોકટર્સ ડૉ. રિદ્ધિબેન અગ્રાવત , ડૉ વિકુશાબેન શારડા અને ડૉ. શ્રુતિબેન તેમજ કેલ્શિયમની ઘનતા માપવા માટે ડૉ આશીતભાઈ આચાર્ય દ્વારા સેવા આપવામાં આવેલ. આ કેમ્પ માં બહોળા પ્રમાણમાં ગ્રામજનોએ સેવાનો લાભ લીધો હતો.
આ કાર્યક્રમ માં ધો.1 થી 8 ની શ્રેષ્ઠ વિદ્યાર્થીનીઓ નું ઉપસ્થિત મહેમાનો ના હસ્તે ગિફ્ટ આપી સન્માન કરવામાં આવેલ.જેના ડોનર લાયન્સ કલબ ઓફ જામનગર (ઈસ્ટ) ના પ્રમુખ લા.દીપકભાઈ પાનસૂરિયા હતા. તેમજ શાળા પરિવાર તરફથી શાળાની તમામ 160 બાળાઓને નાસ્તો કરાવવામાં આવેલ. આ કાર્યક્રમ માં ધો. 1 થી 8 ની વિદ્યાર્થીનીઓ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરેલ જે કાર્યક્રમ ને ગ્રામજનોએ અને વાલીઓએ નિહાળ્યો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમો માં વિદ્યાર્થીનીઓ ની કૃતિ નિહાળી પૂર્વ પ્રમુખ લા.પ્રહલાદભાઈ જવરે ડ્રેસ બનાવવા માટે ડોનેશન ની જાહેરાત કરેલ.
આમ. ખીમલિયા કન્યા શાળા માં 69 માં સ્થાપના દિવસ ની ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવેલ જેમાં ખૂબ જ વિશાળ સંખ્યામાં ગ્રામજનો ,વાલીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ માં લાયન્સ કલબ ઓફ જામનગર ( ઈસ્ટ) ના પ્રમુખ લા.દીપકભાઈ પાનસૂરિયા, લા.નિરવભાઈ વડોદરિયા (ડિસ્ટ્રીકટ સેક્રેટરી),લા.પ્રહલાદભાઈ જવર(રિઝિયન ચેરમેન) લા.ભરતભાઇ વાદી (પૂર્વ પ્રમુખ) શ્રી રાજેશભાઈ ભંડેરી (સી.આર.સી.કો-ઓર્ડીનેટર સી.આર.સી.ગોપાલદાસ), શ્રી અમૃતભાઈ પરમાર(આચાર્ય ખીમલિયા કુમાર શાળા એ હાજરી આપી હતી.
આ સ્થાપના દિવસ ને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય શ્રી નિલેશભાઈ વાઘેલા તેમજ સ્ટાફ પરિવાર તેમજ બ્લડ ડોનર ગ્રૂપ ના મુકેશભાઈ નકુમે ખૂબ જ જહેમત ઉઠાવી હતી
યોગેશ ઝાલા – જામનગર