જામનગર ક્રાઇમ બ્રાન્ચ
ફરીયાદીથી તૃપ્તીબા વાઓ નરેનદ્રસિંહ હરપાલસિહ ઝાલા રહે. ગંજેળાગામ તા.ધાંગધ્રા જી સુરેન્દ્રનગર હાલ માછરડાગામ તા કાલાવડ જી.જામનગર વાળીને પોતાનો પતિ નરેન્દ્રસિંહ ઝાલા ગાળો બોલી અવાર નવાર મારકુટ કરતો હોય જેથી દોઢેક વર્ષથી પોતાના બંને સંતાનો સાથે પોતાના માવતરના ઘરે રીસામણે હોય તે દરમ્યાન નરેન્દ્રસિંહ ઝાલા ફરીયાદી તથા ફરીયાદીના પિતા અને ભાઇને ફોન કરી ભુડા બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હોય, અને તા.૮/૮/૨૦૨૨ ના રોજ નરેન્દ્રસિંહના પિતાનુ અવશાન થતા ફરીયાદી કે તેના માવતરના ઘરના સભ્યો ખરખરો કરવા ગયેલ ન હોય જેનુ મનમા વેર રાખી આ કામેના આરોપી નરેન્દ્રસિંહ ઝાલા ફરીયાદીના ઘરમા ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી ફરીયાદીના પિતા શકિતસિંહ જાડેજા તથા ફરી.ના ભાઇ ઇન્દ્રજીતસિંહ જાડેજા ઉપર છરી વડે જીવલેણ હુમલો કરી ફરીયાદી છોડાવવા વચ્ચે પડતા તેને પણ હાથમાં ઇજા કરી. ભુડા ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરી.ના ભાઇ ઇન્દ્રજીતસિંહ જાડેજાનું મૃત્યુ નિપજાવી નાશી જવા અંગે નરેન્દ્રસિંહ ઝાલા વિરૂધ્ધ ફરીયાદ કરેલ હતી.
જામનગર જીલ્લાના પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબ નાઓએ એલ.સી.બી. ના ઇન્ચાર્જ પો.ઇન્સ શ્રી કે.જે.ભોયે ને જામનગર જીલ્લામાં બનેલ ગંભીર પ્રકારના શરીર સંબંધી ગુનામાં ફરાર આરોપીઓને તાત્કાલીક પકડી પાડવા અંગે અસરકારક કાર્યવાહી કરવા સુચના કરવામા આવેલ હોય, જેથી એલ.સી.બી. પો.ઇન્સ.શ્રી ના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ.શ્રી સી.એમ.કાંટેલીયા તથા પો.સ.ઇ.શ્રી આર.બી.ગોજીયા તથા સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી ગંભીર પ્રકારના ગુનામા સડોવાયેલ આરોપીઓને શોધી કાઢવા અંગે જરૂરી વર્ક આઉટ કરી આરોપી બાબતે સચોટ માહિતી એકઠી કરવામાં આવેલ આ ખૂન તથા ખુનની કોશીપ અંગેના ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડવા માટે ગુન્હા વાળી જગ્યાની વિજીટ કરી, આજુબાજુના સીસીટીવી ફુટેજો ચેક કરવામા આવેલ અને ટેકનીકલ સર્વેલન્સ ની મદદ લેવામાં આવેલ હતી, આ દરમ્યાન એલ.સી.બી.ના યશપાલસિંહ જાડેજા, સંજયસિંહ વાળા તથા અજયસિંહ ઝાલાને સંયુકત રીતે ખાનગી હકિકત મળેલ કે આ ગુનામાં સંડોવાયેલ આરોપી નરેન્દ્રસિંહ હરપાલસિંહ ઝાલા રહે ગંજેળાગામ તા.ધ્રાગધ્રા જી.સુરેન્દ્રનગર વાળો હાલ જામનગર શહેરમાં વિક્ટોરીયા પુલ પાસે આવેલ બસ સ્ટેન્ડ પાસે વાહનની રાહ જોઇને બેઠેલ છે. જેથી વિટકોરીયાપુલ પાસે બસ સ્ટેન્ડ પાસે તપાસ કરતા મજકુર આરોપી મળી આવતા પો.સ.ઇ. શ્રી સી.એમ.કાંટેલીયા એ હસ્તગત કરી સીટી બી પો.સ્ટે. માં સોંપી આપી આગળની કાર્યવાહી થવા માટે કાલાવડ ગ્રામ્ય ધો સ્ટે ને જાણ કરવામાં આવેલ છે.
આ કાર્યવાહી ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી કે.જે.મોર્યની સુચના થી પો.સ.ઇ. શ્રી આર.બી.ગોથા પો.સ.ઇ. શ્રી સીએમ કાટેલીયા તથા એલ.સી.બી. સ્ટાફના માંડણભાઇ વસરા દ્વારા કરવામા આવેલ છે.
યોગેશ ઝાલા – જામનગર