જામનગર સિંધી સમાજ દ્વારા તારીખ ૧૬/૦૭/૨૦૨૨,શનિવાર ના રોજ આસ્થા ઉમંગ સાથે સિંધી ધર્મ ગુરૂ ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલ ના પરમ ઉપાસક એવા પરમ પુજનીય સંત શ્રી સાંઈ શહેરાવારે ના સાનિધ્ય માં ઝુલેલાલ ચાલીસા મહોત્સવ ની શરૂઆત કરવામાં આવી હતી.
જે ચાલીસા મહોત્સવ માં સિંધી સમાજ દ્વારા વરસો પુરાણા રૃઢી રિવાજ અને ધર્મગ્રંથોમાં આલેખન મુજબ સિંધી સમાજ દ્વારા ૪૦ દિવસની ધાર્મિક ઉપાસના કરવામાં આવે છે.જે ચાલીસા મહોત્સવ માં સિંધી સમાજ દ્વારા વરસો પુરાણા રૃઢી રિવાજ અને ધર્મગ્રંથોમાં આલેખન મુજબ સિંધી સમાજ દ્વારા ૪૦ દિવસની ધાર્મિક ઉપાસના કરવામાં આવે છે. જેમાં અનેક કઠોર નિયમોનું ચુસ્તપણે પાલન કરી ઈષ્ટદેવ ઝુલેલાલની અર્ચના કરવામાં આવે છે અને ૪૧ માં દિવસે તારીખ ૨૫/૦૮/૨૦૨૨, ગુરૂવાર ના રોજ ચાલીસા વ્રત ની વિધિવત રીતે મોટી સંખ્યામાં સિંધી સમાજ દ્વારા મટકી યાત્રા સરઘસ કાઢવામાં આવી નાનકપુરી ઝુલેલાલ મંદિર થી પગપાળા ચાલી શહેર ના લાખોટા તળાવ ખાતે આસ્થાભેર મટકી અને જયોતિ સ્વરૂપ ભેરાણા સાહેબ જલ પરવાન(પધરાવી) વ્રત ની સમાપ્તી કરવામાં આવી હતી.
આ પ્રસંગે સિંધી સમાજ દ્વારા બહોળી સંખ્યામાં મળીને સિંધી પરંપરા દાંડિયા રમત છેજ, ભેરાણા , સિંધી પહેરવેશ ટોપી અજરખ સાથે પરંપરાગત ને તાજી કરી આ હજારો વર્ષો પ્રાચીન પરંપરા ઝુલેલાલ ચાલીસા મહોત્સવ ની ઉજવણી કરી ૪૧ માં દીને સમાપ્તી માં મોટી સંખ્યા માં સિંધી સમાજ ની જનમેદ ઉમટી હતી.અને ઇષ્ટદેવ ઝુલેલાલ ની અર્ચન કરી ચાલીસા વ્રત ની સમાપ્તી કરવામાં આવી હતી
જિગર રાવલ – જામનગર