જામનગર: જામનગર મહાનગરપાલિકા ના કમિશનર શ્રી વિજયકુમાર ખરાડી સાહેબની સૂચનાથી શહેરમાં બ્રિજ ના વિકાસ કાર્યો પ્રગતિ હેઠળ છે , આ કામગીરીનું જામ્યોકોના સીટી ઇજનેર અને નાયબ કમિશનર શ્રી ભાવેશભાઈ જાની દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સાત રસ્તા સર્કલ થી સુભાષ બ્રિજ સુધીના માર્ગ પર બ્રિજ બનાવવાની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે . જામનગર મહાનગરપાલિકા ના સીટી એન્જિનિયર- નાયબ કમિશનર સાહેબ શ્રી ભાવેશભાઈ જાની દ્વારા સાઇટ વિઝીટ કરવામાં આવેલ, જેમાં તેઓ દ્વારા સાઇટ ઉપર ચાલી રહેલા કામની ગુણવત્તા તથા બ્રિજના સ્ટ્રક્ચરમાં વાપરવામાં આવતા કોંક્રિટ ની ગુણવત્તા સ્લમ્પ ટેસ્ટ તથા ક્યૂબ ટેસ્ટની ચકાસણી તથા સેફ્ટી પ્રિકોષન રાખવા બાબતે જરૂરી સૂચના આપવામાં આવી હતી.