Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

દરેડ ફેસ-૨ માં થયેલ ચોરીનો ગણતરીની કલાક માં ભેદ ઉકેલી પાચ ઇસમોને બ્રાસના ઇનગોટ વજન ૪૬૦ કિલો કિ.રૂ. ૨,૧૮,૫૦૦/- તથા મોબાઇલ ફોન સાથે પકડી પાડતી જામનગર ક્રાઇમ બ્રાન્ચ

ગઇ તા.૧/૭/૨૦૨૨ થી તા.૩૧/૮/૨૦૨૨ ના કલાક ૧૮/૦૦ દરમ્યાન ફરીયાદીશ્રી અશોકભાઇ શીવાજીભાઇ એડેકર રહે. જામનગર વાળાના દરેડ ફેસ-ર માં શેડ નંબર સી-૧/૪૪૮ માંથી કોઇ અજાણયા ચોર ઇસમો કારખાનામાં કોઇ પણ રીતે પ્રવેશ કરી કારખાના માંથી બ્રાસના ઇનગોટ વજન ૪૮૦ કીલો કિ.રૂ. ૨,૨૮,૦૦૦/- ની ચોરી કરી લઇ જતા ફરીયાદીએ પંચકોષી બી પો.સ્ટે. મા અજાણયા માણસ વિરૂધ્ધ ફરીયાદ કરેલ હતી. જે ગુનો વણશોધાયેલ હતો

 

જામનગર જીલ્લાના પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલ સાહેબ નાઓએ એલ.સી.બી.ના ઇન્ચાર્જ પો.ઇન્સ શ્રી કે.જે.ભોટી ને જામનગર જીલ્લામાં બનેલ મિલકત સબંધી ગુનાઓ શોધી કાઢવા અસરકારક કાર્યવાહી કરવા સુચના કરવામા આવેલ હોય, જેથી એલ સી.બી. પો.ઇન્સ.શ્રીના માર્ગદર્શન મુજબ એલ સી.બી. સ્ટાફના પો.સ.ઇ.શ્રી આર.બી,ગોજીયા તથા પો.સ.ઇ.શ્રી સી.એમ.કાંઢેલીયા તથા સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા અંગે જરૂરી વર્ક આઉટ કરી આરોપીઓ બાબતે સચોટ માહિતી એકઠી કરવામા આવેલ આ ઘરફોડ ચોરીના બનાવ અનુસંધાને ગુન્ત્ર વાળી જગ્યાની વિશ્વટ કરી, આજુબાજુના સીસીટીવી ફુટેજો ચેક કરવામાં આવેલ અને ટેકનીકલ સર્વેલન્સ ની મદદ લેવામાં આવેલ હતી, આ દરમ્યાન એલ.સી.બી.ના ફીરોજભાઇ ફી, શીવભદ્રસિંહ જાડેજા તથા ધમેન્દ્રસિંહ જાડેજાને મળેલ બાતમી હકિકત આધારે દરેડ મસીતીયા રોડ ઉપર શીવમ પાર્ક શેરી નંબર-૧૫ માંથી નીચે જણાવેલ આરોપીઓના કબ્જા માંથી ચોરીમાં ગયેલ બ્રાસના ઇનગોટ નંગ-૨૯ જેનુ કુલ વજન ૪૬૦ કીલો કિ.રૂ. ૨,૧૮,૫૦૦/- તથા ગુનો કરવામા ઉપયોગ કરેલ મોબાઇલ ફોન નંગ-૫ કિ.રૂ. ૩૦,૦૦૦/- મળી કુલ રૂ. ૨,૪૮,૫૦૦/- નો મુદામાલ મળી આવતા પો.હેડ કોન્સ. હરદીપભાઇ ધાધલએ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી મજકુર આરોપીઓને પંચકોષી બી ડીવી પો.સ્ટે.માં સોપી આપેલ છે.

પકડાયેલ આરોપીઓ

(૧) શ્યામસુંદર હાકીમમાઇ જાવ રહે. દરેડ, શીવમ પાર્ક, શેરી નંબર-૧૫, જામનગર મુળ- યુ.પી.

(૨) ઉમેશભાઇ ઓમપ્રકાશસીંગ ઠાકુર રહે. દરેડ ફેસ-ર, શ્રી ગણેશ કાસ્ટ તા.જી.જામનગર મુળ- યુ પી.

(૩) શીવશંકર યશપાલસીંગ રાજપુત રહે. દરેક ફેચ-ર, શ્રી ગણેશ કાસ્ટ તા.જી.જામનગર મુળ- યુ.પી.

(૪) રીંકુસીંગ મહેશભાઇ ચદ રહે. દરેડ કેસ-૨, શ્રી ગણેશ કાસ્ટ તા.જી.જામનગર મુળ- યુ.પી.

(૫) ગૌરવભાઇ મનીષભાઇ ઠાકુર રહે. દરેડ ફેસ-ર, શ્રી ગણેશ કારટ તા.જી.જામનગર મુળ- યુ.પી

કબ્જે કરેલ મદામાલ

(૧) બ્રાસના ઇનગોટ નંગ-૨૯

જૈનુ કુલ વજન ૪૬૦ કીલો કિ.રૂ. ૨,૧૮,૫૦૦/

(૨) મોબાઇલ ફોન નંગ-૫ કિ.રૂ. ૩૦,૦૦૦/

આ કાર્ચવાહી ઇન્યાજ પો.ઇન્સ.શ્રી કે.જે.મોર્ચની સુચના થી પો.સ.ઇ. શ્રી આર.બી.ગોજીયા, પો.સ.ઇ. શ્રી સી એમ કાંટેલીયા તથા એલ.સી.બી. સ્ટાફના માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, તથા હરપાલસિંહ સોઢા, વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

 

 

Related posts

રાંધણગેસના બાટલામાંથી ગેરકાયદેસર રિફિલિંગ કરી જાહેર જનતાના જીવને જોખમમાં મુકી તેનું વેચાણ કરતા ચાર ઈસમોને કુલ કી.રૂ.૩,૩૦,૬૫૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડતી જામનગર એસ.ઓ.જી.

Gujarat Darshan Samachar

જામનગર મનપાના અલગ અલગ વોર્ડમાં સી.સી. રોડ અને પેવર બ્લોકના વિકાસ કાર્યોનું ખાતમુહર્ત કરતા કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ

Gujarat Darshan Samachar

શ્રીચિરાગભાઈ મીર ની સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ માલધારી સેલ ના કારોબારી સભ્ય તરીકે નિમણુંક કરાય

Leave a Comment

टॉप न्यूज़