વાંકાનેર : ભાજપના રાષ્ટ્રીય નેતા ડોક્ટર ઝહીર ખાન સાહેબ આ આજરોજ વાંકાનેર ભારતીય જનતા પાર્ટી લઘુમતી પરિવારના આમંત્રણને માન આપી ખાસ સમય ફાળવી વાંકાનેર લઘુમતી પરિવારની મુલાકાતે આવ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચાના નવનિયુક્ત હોદ્દેદારોનું તેમના હસ્તે સન્માન કરવામાં આવ્યું…
વાંકાનેરમાં આજરોજ તા.3ના રોજ બપોરે 4 કલાકે ગરાસીયા બોર્ડિંગ ખાતે લઘુમતી મોરચાનું સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેના મુખ્ય મહેમાન તરીકે ભાજપ અગ્રણી રાષ્ટ્રીય નેતા ડોક્ટર ઝહીર ખાન સાહેબ ખાસ દિલીથી વાંકાનેરની અને ખાસ વાંકાનેરના લઘુમતી પરિવારની મુલાકાતે આવ્યા હતા ત્યારે વાંકાનેરના મહારાજા કેશરીદેવસિંહજી, તાલુકા ભાજપના પ્રમુખ રતિલાલ અણીયારિયા, તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ વઘાસીયાના સરપંચ ધર્મેન્દ્રસિંહ ઝાલા તેમજ ગનીભાઇ દેકાવાડીયા,અસરફભાઇ બાદી, અબ્દુલમજીભાઈ કડીવર, જાવિદભાઈ બ્લોચ, હુસેનભાઇ શેરસીયા, નજરમહમદભાઈ બાદી તેમજ વાંકાનેર શાહબાવા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પણ હાજર રહ્યા હતા ડો.જહિર ખાન સાહેબને આવકારવામાં આવ્યા હતા અને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને લઘુમતી સમાજનો વિકાસ થાય તેના માટે ચર્ચાઓ કરવામાં આવી હતી
આગામી વિધાનસભાના ઇલેક્શનમાં વાંકાનેર 67 વિધાનસભામાંથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ચૂંટાઈને આવે અને ગાંધીનગર મંત્રીમંડળમાં તેમનો સમાવેશ કરવામાં આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવિ હતી જેના માટે અત્યારથી વાંકાનેર લઘુમતી પરિવારને મહેનત કરવા હાકલ કરવામાં આવી હતી
વાંકાનેર ભારતીય જનતા પાર્ટી લઘુમતી પરિવારના તમામ નવનિયુક્ત હોદેદારોનું ડો. જહિર ખાન સાહેબના હસ્તે ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ ગુજરાત દર્શન સમાચારના ચેનલ હેડ સરાફુદીન માથકીયા તેમજ અકિલાના પત્રકાર મહમદભાઈ રાઠોડનું પણ ડો. જહિર ખાન સાહેબના હસ્તક આ તકે સન્માન કરવામાં આવ્યું હતું
ડો. જહિર ખાન સામાજિક વૈજ્ઞાનિક માટે મોટું યોગદાન આપ્યું છે.તેઓ વર્ષ 2018માં ભાજપમાં જોડાયા હતા અને પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશમાં લોકરાભા ચૂંટણી 2019 અને વિધાનસભા ચૂંટણી-2021માં સ્ટાર પ્રચારક અને રાષ્ટ્રીય પ્રચાર ટીમના સભ્ય હતા.
ડૉ. ઝહીર ખાન ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય નેતા છે. તેમણે સામાજિક, આરોગ્ય અને વસ્તીના મુદ્દાઓની તપાસ કરતા 36 થી વધુ લેખો, પેપર્સ અને અહેવાલો પ્રકાશિત અને રજૂ કર્યા છે.તેઓ રાષ્ટ્રીય રૂટલ હેલ્થ મિશનના સલાહકાર હતા.જેમાં દેશભરમાં 108 એમ્બ્યુલન્સ સેવાઓની પાયલોટ પરીક્ષણ સમિતિનો અમલ કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું.ડો. ઝહીર ખાનનું નામ ભારતના વિવિધ ક્ષેત્રમાં ટોચના 100 વૈજ્ઞાનિકોમાં પણ સામેલ હતું.