જામનગર મહાનગરપાલિકા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં ફરજ બજાવતાં અનુસૂચિત જાતિના તમામ કેટેગરીના સફાઈ કર્મચારીઓની ખુબ જ ન્યાયીક ૧૯-જેટલી વિવિધ પડતર માંગણીઓનો નિરાકરણ લાવવા અંગે અમો યુનિયનને આપશ્રીને તા.૩-૮-૨૦૨૨ થી ૩૦-દિવસની આંદોલનત્મક કાર્યવાહી અંગેની નોટીસ આપેલ હતી. તેનો પ્રસારાન તરફે આજ દિન સુધી કોઈ પ્રતિસાદ ન મળતા સંદર્ભ ની તારીખથી અંદોલનત્મક કાર્યવાહી અંગેની નોટીસમાં જણાવ્યા મુજબ અમો યુનિયન દ્વારા જામનગર મહાનગરપાલિકાના મુખ્ય ગેઈટની બાજુમાં છાવણી નાંખી ધરણા પ્રદર્શન અને પ્રતિક ઉપવાસ શરૂ કરેલ છે. આ ધરના પ્રદર્શનમાં નીચે જણાવેલ દરરોજના પાંચ પાંચ સફાઈ કર્મચારીઓ પ્રતિક ઉપવાસ કરશે અને એ દરમ્યાન સફાઈ કર્મચારીઓ સવારે ૧૧-૦૦ વાગ્યા પછી અને સાંજે ૬-૦૦ વાગ્યા પછી હાજરી છુટયા બાદ મોટી સંખ્યામાં સફાઈ કામદારો એક્ત્રીત થઈને સૂત્રોચાર