વિધાનસભા ચૂંટણી અનુલક્ષીને ચુંટણી રણશિંગુ ફૂકવા માટે કૉંગ્રેસ પણ મેદાને ઉતરી ગઈ છે પરીવર્તન સંકલ્પ સંમેલન અંતર્ગત રાહુલ ગાંધી પહોંચ્યા અમદાવાદ રિવફ્રન્ટ ખાતે 52 હજાર કોંગ્રેસી કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું
જેમાં પ્રદેશ પ્રભારી રઘુ શર્મા, આશોક ગહેલોત, પ્રદેશ પ્રમુખ જગદીશ ભાઈ ઠાકોર, વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ વગેરે મહાનુભાવો તથા જિલ્લા, તાલુકા અને શહેરથી મોટી સંખ્યામાં ખાનગી બસ અને વાહનો સાથે કાર્યકર્તા સંમેલનમાં ઉમટી પડ્યા હતા
રાહુલ ગાંધી દ્વારા આગામી વિધાનસભા ચૂંટણી અનુલક્ષીને ને ગુજરાતને પરીવર્તન સંકલ્પ સંમેલનમાં ૮ વચનો આપતા હતા
૧. ₹500 માં ગેસ સિલિન્ડર
૨. 300 યુનિટ વીજળી મફત
૩. ₹10 લાખ સુધીની મફત સારવાર
૪. ખેડૂતોની ₹3 લાખ સુધીની લોન માફી
૫. 3000 સરકારી અંગ્રેજી માધ્યમની શાળા
૬. કોરોના પીડિતોના પરિવારોને ₹ 4 લાખનું વળતર
૭. દૂધ ઉત્પાદકોને 1 લિટર પર ₹5ની સબસિડી
૮. સરકારી નોકરીઓમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ અને યુવાનો માટે ₹3000નું બેરોજગારી ભથ્થું
સાથે ભાજપને આડે હાથ લેતા કહ્યું હતું કે અમે બીજેપી જેવા 2-3 ‘મિત્રો’ માટે નહીં પણ ગુજરાતની જનતા માટે કામ કરીશું.