પેરોલ ફર્લો/નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમા હતા દરમ્યાન સ્ટાફના લખધીરસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, રણજીતસિંહ પરમાર નાઓને બાતમી મળેલ કે જામનગર જીલ્લાના કાલાવડ ગ્રામ્ય પો.સ્ટે. ફર્સ્ટ ગુના નં.-૧૨/૨૦૧૯ ઇ.પી.કો. કલમ-૩૭૭ વિગેરેના કામે પેરોલ ફર્લો રજા પરથી જમ્પ કરી નાસતો ફરતો પાકા કામના કેદી નં.-૪૭૭૧૪ ઇનાયતશા ઉર્ફે ટાયગર ઇકબાલશા શાહમદાર ઉ.વ.-૨૫ રહે.- નિકાવા ગામ, તા.કાલાવડ જી. જામનગર વાળો તા.૨૩/૮/૨૦૨૨ થી તા.૧/૯/૨૦૨૨ સુધી વચગાળાના જામીન ઉપર આવેલ હોય અને ત્યારબાદ જેલ ખાતે હાજર થયેલ ન હોય અને નાસતો ફરતો હોય જેને બાતમી હકીકત આધારે નિકાવા ગામ ખાતેથી સદરહુ હકિકત વાળા ઇસમને પકડી પાડી આગળની કાર્યવાહી કરવા માટે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોંપી આપવા તજવીજ કરેલ છે.
આ કામગીરી પેરોલ ફર્લો સ્કવોડના પો.સ.ઈ શ્રી એ.એસ.ગરચર તથા એ.એસ.આઇ.ગોવિંદભાઇ ભરવાડ તથા પો.હેડ કોન્સ.લખધીરસિંહ જાડેજા,રાજેશભાઇ સુવા,કરણસિંહ જાડેજા,ગજેન્દ્રસિંહ જાડેજા,સલીમભાઇ નોયડા,કાસમભાઈ બ્લોય,ભરતભાઇ ડાંગર, રણજીતસિંહ પરમાર તથા પો.કોન્સ. મહિપાલભાઇ સાદિયા તથા ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ, હેડ કોન્સ. અરવિંદગીરી ગોસાઇ તથા એલ.સી.બી.ના હેડ કોન્સ, નિર્મળસિંહ જાડેજા તથા પો.કોન્સ.બંળવતસિંહ પરમાર નાઓ દ્રારા કરવામાં આવેલ છે