Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

વાસ્મોના કર્મયોગી કર્મચારીઓને યોગ્ય ન્યાય

વાસ્મોના કર્મયોગી કર્મચારીઓ સવિનય આપશ્રીને જણાવે છે કે માન. પ્રધાનમંત્રીશ્રી મોદી સાહેબના માર્ગદર્શનથી વર્ષ-૨૦૦૨ માં વાસ્મોની શરૂઆત કરવામાં આવેલ “સર્વેનો સાથ, સર્વેનો વિકાસ” મંત્ર સાથે વાસ્મો દ્વારા દરેક ગ્રામ્ય સ્તરે પીવાના પાણીની લોકભાગીદારીથી પેયજળ યોજનાની કામગીરી શરુ થયેલ વાસ્કોમાં સરકારશ્રીની લોકાભિમુખ ગ્રામ્ય પેયજળ યોજનાના અસરકારક અમલીકરણ માટે કરાર આધારીત કર્મચારીઓની નિમણુક કરવામાં આવી. વર્ષ ૨૦૦૨ થી સતત ચાલતી આ કામગીરી માટે ત્રણ-ત્રણ વર્ષના કરાર બાદ સપ્ટેમ્બર ૨૦૧૪ થી એક દિવસની એક આપી ૧૧ માસના કરાર કરાવીને આ કામગીરી કરાવવામાં આવી રહી છે. આટલા બધા વર્ષો થવા છતા અમો ફિક્સ પગાર મળતો હોવા છતાય કરાર આધારીત કર્મચારીઓ છીએ.

હાલમાં વાસ્મોના કર્મચારીઓ દ્વારા નલ સે જલ” કાર્યક્રમના ભાગરૂપે ગ્રામ્ય સ્તરે દરેક કુટુંબોને નળ કનેક્શનથી પીવાનું પાણી આપવાનું ભગીરથ કામ કરવામાં આવી રહ્યુ છે. આ કામગીરી મિશન મોડમા કરવામાં આવી રહી છે. રાજ્યના ૨૦ જિલ્લાઓ ૧૦૦% ઘર કનેકશનથી પાણી મેળવતા થયા છે જ્યારે બાકીના જિલ્લાઓમાં પણ આ કામગીરી પુર્ણતાએ પહોંયાડવામાં આવી રહી છે.

વાસ્મોની શરૂઆત કરવામાં આવેલ તે સમયે વાસ્મો સર્વિસ રૂલ્સ-૨૦૦૨ ” મંજુર કરવામાં આવેલ જેનો લાભ મેળવવા માટે વાસ્મો કચેરીને સમયાંતરે રજુઆત કરવા છતા વાસ્મો કચેરી દ્વારા કોઇ હકારાત્મક પ્રતિભાવ મળેલ નથી. વાસ્મોની સ્થાપના બાદ અમો કર્મચારીઓની નિષ્ઠાને કારણે અનેક રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય એવોર્ડ મળેલ છે. આજે “નલ સે જલ” ની કામગીરી પણ નિષ્ઠા અને ખંત પુર્વક કરવામાં આવી રહી છે પરંતુ વાસ્મો દ્વારા કોઇ જ પ્રોત્સાહન કે બિરદાવીને લાભ આપવામાં આવતા નથી. વાસ્મોના કેટલાક અધિકારીશ્રીઓના નકારાત્મક નિર્ણયોના કારણે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં કેસ કરવામાં આવતા, નામદાર હાઇકોર્ટ દ્વારા કેટલાક આદેશા પણ કરેલ છે.

 

. અમો સર્વે વાસ્મોના કર્મચારીનોની રજૂઆત ગણીને આ મુજબ છે.

૧. વાસ્મોની વર્ષ ૨૦૦૨ માં થયેલ રચના સમયે વાસ્મોએ પોતે જ પોતાના કર્મચારીઓના હિત માટે બનાવેલ “વાસ્મો સર્વિસ રૂલ્સ-૨૦૦૨” નું પાલન કરવામાં આવે અને તમામ કર્મચારીઓને એ મુજબના લાભો શરૂઆતથી જ આપવામાં આવે

૨. વિવિધ સરકારી વિભાગોમાં સમાન પ્રકારની કામગીરી કરતા સરકારી કર્મચારીઓને મળતા વિવિધ લાભો સહિત “સમાન કામ સમાન વેતન” મુજબના લાભો આપવામાં આવે

Related posts

સ્વ. કિશોરચંદ્ર અમૃતલાલ શાહ ની પુણ્યતિથી નિમિતે મહારક્તદાન કેમ્પનું આયોજન…

Gujarat Darshan Samachar

ડીસા સ્ત્રી સમાજ દ્રારા કરવામાં આવેલ વૃક્ષારોપણ

અલેલે… ખેરાલુ શહેરમાં ગઘેડુ હડકાયું થયું અને ત્રણ ને ઈજાગ્રસ્ત કર્યા વડનગર સીવીલ મા દાખલ કરાયા…

Leave a Comment

टॉप न्यूज़