Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

જામ્યોકોમા ભાજપ નુ શાસન હોવા છતાં નાગરિકો દ્વારા કરસનભાઈ કરમુર ને કરાય રજૂઆત : તંત્ર ખાડે

યોગેશ્વર નગર વિસ્તારમાં છેલ્લા દસ બાર વર્ષથી રોડ રસ્તા નું કોઈ જ કામ ન થયું હોવા થી લોકો ત્રાહિમામ

જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન નું તંત્ર ખાડે ગયું શહેરના ગુલાબ નગર સામે આવેલ ઓવરબ્રિજ પાસે ના યોગેશ્વર નગર વિસ્તારમાં વોર્ડ નંબર 11 માં છેલ્લા દસેક વર્ષ કરતાં વધારે સમયથી રોડ રસ્તા નું કોઈ જ કામ થયેલ ન હોય જે અંગે આ વિસ્તારના રહેવાસીઓ દ્વારા આમ આદમી પાર્ટી જામનગર શહેર અધ્યક્ષ અને 78 વિધાનસભાના ઉમેદવાર કરશનભાઈ કરમુરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે

આ આવેદનપત્રમાં આ વિસ્તારના નાગરિકો દ્વાર છેલ્લા દસ બાર વર્ષથી યોગેશ્વર નગર 1/2 રોડ રસ્તા ને લગતું કોઈ જ કામ કરાયું ન હોવા અંગેની રજૂઆત કરસનભાઈ કરમુર ને આવેદનપત્ર આપી કરવામાં આવી છે

આવેદનપત્રમાં ખરાબ રોડ રસ્તા ના કારણે લોકોને ખૂબ હાલાકી થતી હોવા અંગે જણાવવામાં આવ્યું છે સારા રસ્તા ન હોવાથી આ વિસ્તારના લોકોને અવર-જવર કરવામાં ખૂબ જ મુશ્કેલીઓ પડે છે આ ઉપરાંત વૃદ્ધ સ્ત્રી પુરુષો અને નાના બાળકો અહીંથી સારી રીતે પસાર થઈ શકતા નથી અને ખાડા ટેકરાઓના કારણે વૃદ્ધો પડી જવાના થી તેમને શારીરિક નુકસાની થતી હોવા અંગે પણ જણાવવામાં આવ્યું છે તેમજ રસ્તા ઉપર થી પસાર થતા વટે માર્ગો વાહન ચાલકોને તેમના વાહનો સ્લીપ થઈ જવાથી વાહનમાં નુકસાની થતા હોવાનું અને ટાયરમાં પથ્થરો ઘૂસી જવાથી અવારનવાર પંચરો પડવા વગેરેની નુકસાની થતી હોવાનું પણ જણાવવામાં આવ્યું છે

આ રસ્તાઓ હજી સુધી કોઈ કામ કરાયું ન હોય જેના કારણે રસ્તા પર ચોમાસામાં ખૂબ જ પાણી ભરાઈ જાય છે અને અવરજવરમાં ખૂબ જ મુશ્કેલી ઊભી થાય છે પાણી ભરાવાના કારણે અહીં ખૂબ ગારો કીચડ અને ગંદકી નું સામ્રાજ્ય સ્થપાતું હોય તેવું પ્રતિત થાય છે જેના કારણે તેમાં માખી મચ્છર ઉપરાંત આ ગંદકીમાં અવારનવાર સાપ નીકળતા હોવાનું પણ લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે માખી મચ્છરના ઉપદ્રવના કારણે આ વિસ્તારના લોકોને સમયાંતરે અનેક રોગોનો સામનો કરવો પડે છે જેથી આ વિસ્તારના લોકોને કાયમી માટે રોગચાળાનો ભય સતાવતો રહે છે અને જેના કારણે આરોગ્યને ભયંકર નુકસાન થવાનું પણ જણાવવામાં આવ્યું છે આટલું જ નહીં યોગેશ્વર નગર વિસ્તારમાં રસ્તે રજડતા પશુઓ પણ આ ગારા કીચડમાં તોફાને ચડવાથી ગંદકીમાં ખૂબ વધારો થતો હોવાના કારણે કેટલીક પ્રકારની મુશ્કેલીઓ વધે છે અને વિસ્તારના લોકોમાં ચિકનગુનિયા ,ડેન્ગ્યુ, મેલેરિયા વગેરેનો ભય કાયમી સતાવતો રહે છે

 

આ વિસ્તાર મા તાત્કાલિક ધોરણે નવા રોડ રસ્તાઓનું કામ કરવા અંગેની લોક લાગણી અને માંગણી ઉઠવા પામી છે

અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલના સમયમાં ભાજપનું શાસન છે અને છેલ્લા કેટલાક સમયથી જામનગરના લોકોએ જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખોબલે ને ખોબલે મત આપી ભાજપને અવારનવાર સતાપર બેસાડી છે ત્યારે જો કોઈ વિસ્તારમાં છેલ્લા દસ-બાર વર્ષથી પ્રાથમિક જરૂરિયાતના રોડ રસ્તા પણ ન બન્યા હોય તો જામ્યું કોનું તંત્ર ખાડે ગયું હોય તેમ કહીએ તો કોઈ નવાઈ નહીં આ વિસ્તારમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા પૂરતું ધ્યાન ના આપવાતું હોવાના કારણે લોકો દ્વારા આમ આદમી પાર્ટી જામનગર શહેર પ્રમુખ અને 78 વિધાનસભા મતવિસ્તારના ઉમેદવાર કરશનભાઈ કરમુરને રજૂઆત કરતું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે

યોગેશ ઝાલા – જામનગર

 

Related posts

સૈનિક સ્કૂલ બાલાચડીએ ‘ઓલ ઈન્ડિયા સૈનિક સ્કૂલ્સ ઈન્ટર ઝોનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ 2022-23’નું આયોજન કર્યું

Gujarat Darshan Samachar

જામનગરમાં આઉટસોર્સિંગ કર્મચારી અવાજ દબાવ્યો, ઉચ્ચ અધિકારીઓએ મજબૂરીનો લાભ ઉઠાવ્યો

Gujarat Darshan Samachar

ગૌ વંશની પીળા અને ટપોટપ મોત, લંમ્પી વાઈરસમાં ઢીલી નીતિનો અનોખો વિરોધ કરતા રચનાબેન

Leave a Comment

टॉप न्यूज़