જામનગર, તા. ૦૭ સપ્ટેમ્બર, તારીખ ૦૭/૦૯/૨૦૨૨થી ૧૦/૦૯/૨૦૨૨ના પોલીસ અધિક્ષકશ્રી, જામનગર હસ્તકની વિજરખી ફાયરીંગ રેંજમાં સેનાપતિશ્રી, રા.અ.પો.દળ જૂથ ૨૧, બાલાની વાવ, જિલ્લો અમરેલી, હાલ કેમ્પ ગોંડલ દ્વારા ફાયરીંગ પ્રેકટીસ હાથ ધરવામાં આવનાર હોય, તેથી શ્રી ભાવેશભાઈ એન. ખેર, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, જામનગર દ્વારા આ જાહેરનામું બહાર પાડી આ દિવસો-૦૪ દરમિયાન જાહેર જનતાને આ વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે. તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
ઉમેશ માવાણી – જામનગર