આજરોજ જામનગર જિલ્લા કૉંગ્રેસ ના પ્રમુખશ્રી જીવણભાઈ કુંભરવાડીઆ ની આગેવાની માં તા. ૧૦ સપ્ટેમ્બર ના કૉંગ્રેસ દ્વારા મંદી, મોંઘવારી, બેરોજગારી અને ગુજરાત માં વધી રહેલા ડ્રગ્સ ના કાળા કારોબાર ના વિરુદ્ધ ગુજરાત બંધ માં સૌ ને સાથે જોડાવવા અપીલ કરી આ તકે તમામ વ્યાપરીઓ એ ખુબજ સારો પ્રતિસાદ આપ્યો અને વ્યાપાર ધંધો બંધ રાખી સૌ સાથે જોડાયા,
જેમાં સરકાર દ્વારા સત્તા નો દુરુપયોગ કરી પોલીસ દ્વારા બધા ની અટકાયત કરવામાં આવી હતી
આ કાર્યક્રમ માં ગુજરાત પ્રદેશ કિસાન કૉંગ્રેસ ના વાઇસ ચેરમેન કર્ણદેવસિંહ જાડેજા, તાલુકા કૉંગ્રેસના પ્રમુખશ્રી ઉપેન્દ્રસિંહ જાડેજા, હારુનભાઈ પલેજા, સિક્કા શહેર પ્રમુખ અસગરભાઈ સુમભાણીયા, જિલ્લા ઉપપ્રમુખ દાઉદભાઇ,
જિલ્લા મહામંત્રી ચેતણભાઈ, માલધારી સેલ ના પ્રમુખ બાલુભાઈ લુણા, ગિરિરાજસિંહ, પ્રભાતભાઈ જાટીયા, અમિત સોનગ્રા, અસગરભાઈ દાઉદભાઈ, વાલજીભાઈ વ્યાસ, હરુણભાઈ મોડા, જૂનસભાઈ ખેડુ, અબુકરભાઈ, સલીમભાઈ ખેડુ, અકબરભાઈ, આમીનભાઈ પાલની તથા જિલ્લા કૉંગ્રેસ અને સિક્કા કૉંગ્રેસ સમિતિના આગેવાનો અને કાર્યકરો સાથે જોડાયા હતા.
ઉમેશ માવાણી – જામનગર