વાંકાનેરમાં રહેતા અમીત (ઉર્ફે લાલો) અશ્વિનભાઈ કોટેચા ગજાનંદ વાળાનું આશરે એક વાગ્યાના સુમારે પાસલીયા હોસ્પિટલ અને તાલુકા પંચાયતની વચ્ચેની મિતુલ પટેલ વારી શેરીના નાકા પાસે છરી અને ગુપ્તી વડે હુમલો કરતા ઉપરા ઉપરી ઘા મારતાં ઘટના સ્થળેજ મોત નિપજ્યું..
બે આરોપીઓને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પીઆઇ વસાવા સાહેબ તેમજ તેમની ટીમ પેટ્રોલીંગમાં હોય સંજોગો વસ ઘટના સ્થળ ઉપર એજ સમય દરમિયાન પહોંચી જતા અમીત (ઉર્ફે લાલો) અશ્વિનભાઈ કોટેચા ગજાનંદ વાળાને બચાવવાની પૂરી કોશીસ કરવામાં આવી હતી પણ નસીબ જોગે તેમનું ઘટના સ્થળ ઉપરજ મોત નિપજ્યું હતું
બે આરોપીઓને વાંકાનેર સીટી પીઆઈ વસાવા સાહેબ અને તેમની ટીમ દ્વારા ઘટના સ્થળ ઉપર જ જડપી લેવામાં આવ્યા હતા તેમજ આ ગુનાના કામે હોય તેવા અન્ય બે આરોપીઓ ઘટના સ્થળેથી નાસી છૂટયા હતા જેની આગળની તપાસ વાંકાનેર સીટી પીઆઈ વસાવા સાહેબ દ્વારા ચલાવવામાં આવી રહી છે