Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

ગુજરાત પત્રકાર એકતા પરિષદનું અમદાવાદ ખાતે અધિવેશન, જામનગરના હોદ્દેદારો પણ રહ્યા ઉપસ્થિત..!!

ગૂજરાત પત્રકાર એકતા પરિષદ જે પત્રકારનું મોટું સંગઠ્ઠન છે 3 પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ, ઇન્ચાર્જ પ્રમુખ ગીરવાનસિંહ સરવૈયા, પ્રદેશ પ્રભારી ગૌરાંગભાઈ પંડ્યા પ્રદેશ મહિલા અધ્યક્ષ કાજલ વૈષ્ણવ સહિતના હોદ્દેદારોની ૩ વર્ષની કઠિન મહેનત સાથે પરિશ્રમ કરી ૩૩ જિલ્લા અને ૨૫૦ થી વધુ તાલુકાના પ્રવાસ કરી પત્રકારને જોડવાનું ભગીરથ કાર્ય કરે છે એમના ફળ સ્વરૂપે આજે ૫૦૦૦ થીવધુ પત્રકારો જોડાયેલ છે

સંસ્થાનો મુખ્ય હેતુ પત્રકારને ન્યાય અને અધિકાર મળે સાથે જ તેમને ગૂજરાત પત્રકાર પરિષદ પરિવારની હૂફ મળે, આજ કાલ પત્રકારો સાથે તથા અન્યાય અને ગેરવર્તનનો અવાજ બને,

ગૂજરાત પત્રકાર એકતા પરિષદ દ્વારા સત્તા પક્ષ ભાજપ અને પક્ષ ગુજરાત સરકાર મુખ્યમંત્રી સમક્ષ ૧૪ પ્રશ્નોની રજૂઆત પણ કરે છે જેમાંથી ફ્કત એક જ મુદ્દે નિરાકરણ આવેલ

ત્યાર બાદ આમ આદમી પાર્ટી સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સમક્ષ ૧૪ મુદ્દાઓની માંગણી મુકાઈ છે સરકાર આવશે તો માંગણી સ્વીકારશે તેવો વિશ્વાસ આપેલ છે અને ચૂંટણી ઢંઢેરામાં સમાવેશ કરવા પણ ખાત્રી આપી છે

વિપક્ષ ગૂજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં ડૉ મનીષભાઈ દોશીને સાથે રાખી પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર સહિત મેનિફેસ્ટો કમિટી અને સંગઠ્ઠન સાથે પણ એજ મુદ્દે ચર્ચા કરેલ છે તેવો એ પણ વિશ્વાસ આપેલ છે સાથે મેનિફેસ્ટોમાં મુદ્દાઓ મૂકશે તેવી ખાત્રી આપી છે તેવું પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈએ પત્રકારોની જાણકારી આપી હતી

અધિવેશનમાં ગુજરાતના દરેક ખૂણે થી પત્રકાર મિત્રો ઉપસ્થિત થયા હતા અમદાવાદ ખાતે યોજાયેલ અધિવેશન અમદાવાદ પત્રકાર એકતા પરિષદના સંગઠ્ઠન ના હોદ્દેદારોએ ખૂબ સારી રીતે આયોજન કરેલ હતું દિપ પ્રાગટ્ય, પ્રદેશ આગેવાનોનું સનમાન, પ્રાસંગિક પ્રવચન સાથે સારી કામગીરીને સિલ્ડ આપી બિરદાવી હતી અધિવેશ શ્રી શેઠ જયંતી ભાઈ કપાસી હોલ, જીઆઈડીસીમાં નરોડા અમદાવાદ ખાતે યોજાયેલ હતું

જેમાં જામનગર પત્રકાર એકતા પરિષદનું પ્રતિનિધિત્વ જામનગર મોર્નિંગ ના નિવાસી તંત્રી અને જામનગર પત્રકાર એકતા પરિષદ જિલ્લા ઉપપ્રમુખ કૌમિલ ભાઈ મણિયાર, ચેનલ હેડ ગુજરાત દર્શન સમાચાર અને પ્રદેશ મહિલા સેલ ઉપપ્રમુખ કવિતા ગજરા, ખુશીબેન,જામનગર મોર્નિંગ અને જામનગર પત્રકાર એકતા પરિષદ તાલુકા પ્રમુખ અક્ષયભાઈ હરીયાણી, સ્વરાજ સમય અને જામનગર પત્રકાર એકતા પરિષદ જતીશ ભાઈ પાલા, ગૂજરાત દર્શન સમાચાર જામનગર બ્યુરો ચીફ તથા જિગરભાઈ રાવલ રોહિતભાઈ અને બાપુ સહિત ઉપસ્થિત રહ્યા હતા

જેમાં વિશેષ સનમાન જામનગર પત્રકાર એકતા પરિષદ જિલ્લા ઉપપ્રમુખ કૌમીલભાઈ મણિયાર અને પ્રદેશ મહિલા સેલ ઉપપ્રમુખ કવિતા ગજરાને ટ્રોફી કરવામાં આવ્યું હતું સાથે જામનગર પત્રકાર એકતા પરિષદના ઉપસ્થિત મહાનુભાવોને પણ ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં

જિગર રાવલ – જામનગર

Related posts

જેસીઆઈ પાલીતાણા નો અર્ધવાર્ષિક સમારોહ યોજાયો

જૂનાગઢમાં એક અનોખી રીતે જયાપાર્વતી વ્રતનાં જાગરણની કરવામાં આવી ઉજવણી

પોષણ અને આરોગ્ય અંગે જાગૃતિ લાવવા માટે માન કમિશ્નર સાહેબશ્રી ના અધ્યક્ષતામાં બેઠક મળી હતી

Gujarat Darshan Samachar

Leave a Comment

टॉप न्यूज़