જામનગરની વિવિધ શાળા કોલેજોના વિધ્યાર્થીઓ અને વિવિધ સંસ્થાના કર્મચારીઓએ વેબીનારમાં ભાગ લીધો
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, ભારત સરકાર દ્વારા માદક દ્રવ્યોની માંગ ઘટાડવા, માદક દ્રવ્યો વિષે લોકોમાં જાગૃતિ લાવવા તથા ભારતને નશામુક્ત કરવા “નશામુક્ત ભારત અભિયાન” શરુ કરવામાં આવેલ છે. જેમાં દેશના કુલ ૨૭૨ જીલ્લાઓ ને પસંદ કરવામાં આવ્યા છે તથા રાજ્યના રાજકોટ, સુરત, અમદાવાદ, ભરૂચ, વડોદરા, મહેસાણા, પોરબંદર અને જામનગર એમ કુલ ૦૮ જીલ્લાઓને પસંદ કરવામાં આવેલ છે.
જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીના માર્ગદર્શન હેઠળ સરકારના તમામ વિભાગો અને શૈક્ષણિક સંસ્થાઓમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા આયોજીત NCC કેડેટ સાથેના ઓનલાઈન કાર્યક્રમમા જામનગર શહેરની શાળાઓ, કોલેજો તથા જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી અને જીલ્લા બાળ સુરક્ષા એકમને અધીનસ્થ બાળ સંભાળ ગૃહો, દિવ્યાંગ કલ્યાણ સંસ્થાઓ, માનસિક રોગમાંથી સાજા થયેલ, વૃદ્ધ અંતેવાસીઓ વગેરે જેવી સંસ્થાઓના અંતેવાસીઓ અને કર્મચારીઓને વેબિનારના માધ્યમથી નશા અને કેફી દ્રવ્યોથી થનારા નુકશાન અંગે વર્કશોપનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં વેબિનારમાં સામેલ થયેલ તમામને વ્યસન મુક્તિ અંગે શપથ લેવડાવવામાં આવ્યા હતા.