જામનગર મહાનગર પાલિકાના મ્યુનિસિપલ સભ્યો ની રજૂઆત ને ધ્યાને લઈને માનનીય કમિશનર શ્રી વિજય કુમાર ખરાડી સાહેબ ડે. કમિશનર શ્રી ભાવેશભાઈ જાની સાહેબ ની સૂચના અનુસાર વોટર વર્કસ વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી પી.સી. બોખાણી સાહેબ દ્વારા સરકારશ્રીની નલ સેજલ યોજના અન્વયે વોર્ડ નંબર 8માં કામદાર કોલોની અને વોર્ડ નંબર 6 માં આવેલ યોગેશ્વર ધામ સોસાયટીમાં ડી. આઇ. પાઇપ લાઇન ફીટીંગ ની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે .
આ બંને વિસ્તારોમાં ચાલતી કામગીરીનું વોટર વર્કસ વિભાગના કાર્યપાલક ઈજનેર શ્રી પી. સી. બોખાણી સાહેબ નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી અલ્પેશભાઈ ચારણીયા , નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી નરેશભાઈ પટેલ અને દંડક શ્રી કેતનભાઇ ગોસરાણી એ કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. ડી. આઇ. પાઇપલાઇન ફિટિંગની કામગીરી સમયસર પૂર્ણ થાય તથા આ વિસ્તારના લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે વોટર વર્કસ વિભાગ સતત પ્રયત્નશીલ છે, આ કામગીરી અંતર્ગત સાઇટ વિઝીટ દરમિયાન સ્ટાફને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું