મોરબી: તાજેતરમાં પોલીસ કર્મચારીઓના પોલીસ ઇન્સ્પેક્ટર ની બદલીનો ઘાણો ઉતર્યો છે જેમાં વિવિધ પોલીસ મથકોમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે તેમાં વાંકાનેર સીટી પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા એન એ વસાવાને લીવ રિઝર્વમાં મોરબી મૂકવામાં આવ્યા છે અને લીવ રિઝર્વમાંથી કે.એમ છાસિયા ને મોરબી જિલ્લામાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા છે જેના અનુસંધાને તારીખ 16 / 9 / 2022 ના રોજ સીટી પોલીસ મથકમાં પોલીસ ઇન્સ્પેક્ટર એન.એ.વસાવા નો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો
વાંકાને તાજેતરમાં સીટી પોલીસ સ્ટેશનમાં અરસપરસ બદલી અંતર્ગત ચાર્જ સંભાળવો અને ચાર્જ છોડવાની ઓફિસયલી પ્રક્રિયા પૂર્ણ કરી એન. એ. વસાવાને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફ દ્વારા સન્માન સાથે વિદાય આપવામાં આવેલ.
એન. એ. વસાવા એક નીડર,અને બાહોશ, તેમજ ઈમાનદાર અધિકારીની છાપ ધરાવે છે તેમના દ્વારા આશરે નવ મહિના જેટલો સમય વાંકાનેરના રાજકીય ઘમાસાણ અને દાવ પેચો વચ્ચે ઉપલા અધિકારીઓના દબાણ હેઠળ આક્ષેપો – પ્રતિઆક્ષેપો વચ્ચે પણ પોતાની ડયૂટી ઈમાનદારીથી નિભાવી અને એક સારા નિષ્ઠાવાન અધિકારી તરીકે નામના મેળવી છે ત્યારે એક અધિકારી તરીકે નહિ પણ વાંકાનેર શહેરને પોતાના પરિવાર જેવી હુફ આપી એક નવી દિશા બતાવી છે પણ સંજોગો વશ રાજકીય કાવા દવાઓ વચ્ચે સારા અધિકારીને હટાવી અને મારા અધિકારીને બેસાડવામાં આવ્યો છે ત્યારે હાલ મોરબી રિઝર્વમાં તેમની બદલી કરવામાં આવતા ત્યાંનો ચાર્જ સંભાળવામાં આવ્યો છે
જ્યારે કે.એમ.છસીયા દ્વારા વાંકાનેર પોલીસ સ્ટેશનના પીઆઈનો ચાર્જ સંભાળવામાં આવ્યો છે ત્યારે તેમના માટે અનેક પડકારો છે