જામનગર તા.૧૯ સપ્ટેમ્બર, રાષ્ટ્રીય તમાકું નિયંત્રણ સેલ જામનગર દ્વારા શ્રી સાંઈ વિદ્યાલય જોડિયા ખાતે તમાકુ નિયંત્રણ અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. પ્રેમકુમાર કન્નર દ્વારા પ્રેઝન્ટેશનના માધ્યમથી તમાકુથી થતાં નુકસાન વિષે બાળકોને માહિતગાર કરાયા હતા તેમજ તમાકુ અધિનિયમ 2003 અંતર્ગત કાયદાની જાણકારી આપી વ્યસન મુક્તિ અંગે માર્ગદર્શન અપાયુ હતું. આ કાર્યક્રમમાં વકતૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા તેમજ નિબંધ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિજેતા થયેલ બાળકોને ઈનામ વિતરણ કરી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સૌએ વ્યસન મુક્તિ અંગેના સપથ લીધા હતા.