સ્વચ્છતા ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત મોરબી જિલ્લાના વાંકાનેરતાલુકા માં સ્વચ્છતા હી સેવા 2022 અંતર્ગત વિવિધ સ્વચ્છતાને લગત પ્રવૃત્તિ હાથ ધરવામાં આવેલ હતી જેમાં વાંકાનેર તાલુકાના તમામ ગામોમાં તા :15/9/2022 થી 02/10/2022 સુધી કેમ્પેઇન રૂપે કામગીરી કરવામાં આવેલ હતી જેમાં ગામના જાહેર સ્થળોની સાફસફાઈ,ગ્રામ પંચાયત,સ્કૂલ, આંગણવાડી, આરોગ્ય કેન્દ્ર, વગેરે સંસ્થાનોમાં સફાઈ પ્રવૃત્તિ આઈ. ઇ. સી. ના માધ્યમો દ્વારા હાથ ધરવામાં આવેલ જેમાં લોકોએ શ્રમદાન થકી સફાઈ ડોર ટુ ડોર કલેકશન, સિંગલ યુઝ પ્લાસ્ટિક વપરાશ ન કરવા બાબતે જાગૃતતા, શોક પીટ, કમ્પોસ્ટ પીટ, ગોબરધન પ્રોજેક્ટ, વનીકરણ, સ્વચ્છતાના ગરબા જેવી પ્રવૃત્તિ કરવામાં આવેલ
વિશેષમાં પ્રધાન મંત્રી આવાસ યોજનાના લોકાર્પણ કાર્યક્રમ પણ 30/09/2022 ના રોજ વાંકાનેરના રાતડીયા ખાતે રાખવામાં આવેલ હતો. જેમાં મહારાણા કેસરીદેવસિંહજી, મહામંત્રી હીરાભાઈ બાંભવા, તાલુકા ભાજપના પ્રમુખ રતિલાલભાઈ અણિયારીયા, તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપ પ્રમુખ તેમજ સદસ્યો અને સરપંચ, તાલુકા વિકાસ અધિકારી. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ના નિયામકશ્રી એન. એસ. ગઢવી, સાહેબ (GAS) ની હાજરીમા આવાસ નું લોકાર્પણ. ગૃહ પ્રવેશ કરવામાં આવેલ હતા તદ ઉપરાંત વાંકાનેર તાલુકામાં સરપંચ સન્માન સમારોહ રાખવામાં આવેલ હતા જેમાં સ્વચ્છતા હી સેવા કેમ્પેઇન પ્રવૃતિના ભાગરૂપે 2 ઓક્ટોબર 2022 ના રોજ સરપંચોને સારી કામગીરી બદલ સન્માનીત કરવામાં આવેલ હતાં.