Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

જામનગર જિલ્લાના હરિપર ગામે રૂ.૧૭૬.૮૯ કરોડના ખર્ચે સ્થપાયેલ ૪૦ મેગાવોટ સોલાર પી.વી.પ્રોજેક્ટની વિશેષતાઓ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી તા.૧૦ ઓક્ટોબરના રોજ ૪૦ મેગાવોટ ફોટોવોલ્ટીક ગ્રીડ કનેક્ટેડ સોલાર પ્લાન્ટનું લોકાર્પણ કરશે

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી તા.૧૦ ઓકટોબરના રોજ જામનગર જિલ્લાની મુલાકાતે પધારનાર છે. જેઓ જિલ્લાના રૂ.૧૪૬૨ કરોડના ખર્ચે વિવિધ ૯ જેટલાં વિકાસકાર્યોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરશે. જેમાં ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લી. હસ્તકના રૂા.૧૭૬.૮૯ કરોડના ખર્ચે નિર્માણ પામેલ ૪૦ મેગાવોટ સોલાર પી.વી. (ફોટોવોલ્ટીક) પ્રોજેક્ટનું વડાપ્રધાનશ્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.

ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રીસીટી કોર્પોરેશન લિમિટેડ (GSECL) દ્વારા સરકારી ખરાબાની જમીન પર ૪૦ મેગાવોટ ક્ષમતાની ફોટોવોલ્ટીક ગ્રીડ કનેક્ટેડ સૌર ઉર્જા આધારિત વીજ પરિયોજના જામનગર જિલ્લાના હરિપર ગામ ખાતે રૂ.૧૭૬.૮૯ કરોડના ખર્ચે કાર્યાન્વિત કરવામાં આવી છે. આ પરિયોજના અસમથળ અને વિવિધ કુદરતી નાળાઓ ધરાવતી જમીન પર માત્ર ત્રણ મહીનામાં ઈજનેરી મદદથી સફળતાપૂર્વક અમલમાં મુકવામાં આવેલ છે.

એક તરફ જ્યારે વધી રહેલા પ્રદૂષણ અને વધી રહેલી ઉર્જાની માંગે વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે ગુજરાતમાં સુર્યના કિરણોથી વિકાસને વેગ આપવા હરિત ઉર્જાનો થયો સંચાર થયો છે. જી.એસ.ઈ.સી.એલ. દ્વારા જામનગરના હરીપર ગામની સરકારી ખરાબાની પથરાળ જમીન પર ૪૦ મેગાવોટ ફોટોવોલ્ટીક ગ્રીડ કનેક્ટેડ સોલાર પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે જેના થકી પ્રતિ વર્ષ ૧૦૫.૭૬૫ મિલિયન યુનિટનું ઉત્પાદન થશે. અને સાથે જ ૮૪.૬૧ મેટ્રીક ટન કાર્બન ડાયોક્સાઈડના ઉત્સર્જનમાં પણ ઘટાડો થશે.

 

 

Related posts

જામનગર તાલુકાના ધુતારપુર ગામે “ઝવેલર્સ દુકાન”તથા “કાપડની દુકાન”મા થયેલ ચોરીનો ભેદ ગણતરીના દિવસોમા ઉકેલી ૩ (ત્રણ) ઇસમોને પકડી પાડતી- એલ.સી.બી.-જામનગર

કોંગ્રેસ,ભાજપ,અને આપનું એડી ચોટીનું જોર, કોને નફો કોને નુકશાન વાસ્તવિકતા શું???

Gujarat Darshan Samachar

રાયોટીંગ તથા મારી નાખવાની ધમકીનાં ગુનાઓમાં સંડોવાયેલ બે આરોપીઓને તડીપાર કરતીલોકલ ક્રાઇમ બ્રાન્ચ , પુર્વ – કચ્છ ગાંધીધામ

Leave a Comment

टॉप न्यूज़