Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

વાંકાનેર ઇદે મિલાદ તેહવાર અનુસંધાને પીઆઈ છાસીયા દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું…

વાંકાનેર હાલ ઈદે મિલાદના તહેવારોને ધ્યાને લઇ પીઆઈ છાસીયા દ્વારા તકેદારીના ભાગ રૂપે સીટી પો.સ્ટે વિસ્તાર ના રૂટ ઉપર ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવેલ તેમજ તહેવારો નિમિત્તે જુલૂસ દરમિયાન કોઈપણ અન્ય છન્ય બનાવ ન બને તેના માટે તમામ સીટી પોલીસ સ્ટેશનના સ્ટાફને ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી અને લોકોને પણ આ ભાઈ ચારાના તહેવાર નિમિતે શાંતિ જાળવી સહયોગ આપવા અપીલ કરવામાં આવી હતી

ઈદ-એ-મિલાદના દિવસે મસ્જિદોમાં ખાસ ઈબાદત અને દુઆઓ કરવામાં આવે છે, પૈગંબર હઝરત મોહમ્મદ (સલલ્લાહો અલયહી વસલ્લમ)ના સંદેશાઓ, ઉપદેશો અને આપની જીવન શૈલી અંગે તકરીરોનું આયોજન કરવામાં આવે છે, ખાસ આમ નીયાઝો પણ થાય છે.

ઈદ-એ-મિલાદના દિવસે ઈસ્લામના અનુયાયીઓ મસ્જિદોમાં નમાઝ અદા કરે છે અને હઝરત મુહમ્મદ (સલલ્લાહો અલયહી વસલ્લમ)ના શિક્ષા અને ઉપદેશો ઉપર અમલ કરવા તમામ મુસ્લિમ બિરાદરોને સંદેશો પાઠવવામાં આવે છે

મોહમ્મદ (સલલ્લાહો અલયહી વસલ્લમ) સાહેબના જન્મદિવસેની ખુશીમાં લોકો દ્વારા જુલૂસ કાઢવામાં આવે છે અને આ દિવસે વિવિધ સ્થળોએ નાના મોટા કાર્યક્રમોનું આયોજન મુસ્લિમ બિરાદરો દ્વારા કરવામાં છે.

ઈદે મિલાદ-ઉન-નબીના પ્રસંગે ઘર અને મસ્જિદદોને શણગારવામાં આવે છે અને મોહમ્મદ (સલલ્લાહો અલયહી વસલ્લમ) સાહેબના દ્વારા આપવામાં આવેલ સંદેશાઓથી મહિત ગર કરવામાં આવે છે

વાકાનેર : રવિવારે “ઈદ એ મિલાદ ઉન નબી” ઉજવાશે. આ દિવસે આખી રાત બંદગી કરવામાં આવે છે અને જુદા જુદા સ્થળોએથી જુલૂસ પણ કાઢવામાં આવે છે. મુસ્લિમો આ તહેવાર પૈગંબર હઝરત મોહમ્મદ સાહેબ (સલલ્લાહો અલયહી વસલ્લમ)ના જન્મની ખુશીમાં મનાવવામાં આવે છે. પૈગંબર હઝરત મોહમ્મદ (સલલ્લાહો અલયહી વસલ્લમ) છેલ્લા સંદેશવાહક અને (મહાન) આખરી નબી તરીકે જાણીતા છે. તેમને ખુદ અલ્લાહના ફરિશ્તા જિબ્રઈલ દ્વારા કુરાનનો સંદેશ (વહી)આપવામાં આવ્યો હતો. મુસ્લિમ બિરાદરોમાં તેમના માટે પરમ આદરની ભાવના પ્રવર્તે છે.

“ઇદે મીલાદ” એટલે પૈગમ્બર મુહમ્મદ મુસ્તુફા (સલલ્લાહો અલયહી વસલ્લમ)નો જન્મ દિવસ. “ઇદે મીલાદ” એટલે સૌથી મોટી ઇદોની ઇદ. “ઇદે મીલાદ” સૌથી મોટી ઇદ હોવાની દલીલ એ છે કે અલ્લાહ તઆલા ફરમાવે છે કે “એ મહેબુબ જો આપને હજરત મુહમ્મદ (સલલ્લાહો અલયહી વસલ્લમ)પેદા ના ફરમાવતો તો કશું પણ પેદા ના ફરમાવતો”. એટલે હઝરત મહોમ્મદ મુસ્તુફા (સલલ્લાહો અલયહી વસલ્લમ)ને અલ્લાહ તઆલાએ પોતાના નુરથી પેદા ફરમાવ્યાં છે. રસુલલ્લાહ (સલલ્લાહો અલયહી વસલ્લમ)ના સદકામાં આ દુન્યા બની છે એટલે “ઇદે મીલાદ” ન હોત તો અન્ય કોઇપણ તહેવાર ના હોત કોઇપણ ઇદ ના હોત આમ “ઇદે મીલાદ” જ સૌથી મોટી ઇદોની ઇદ છે.

Related posts

કોંગ્રેસના પૂર્વ જિલ્લા પંચાયતનાના ઉપપ્રમુખ આમ આદમી પાર્ટી માં જોડાયા

Gujarat Darshan Samachar

સુત્રાપાડા પોલીસ દ્વારા ગાંગેથા રોડ ઉપર પોલીસે પથ્થરો ઉપાડી રસ્તા ઉપર ખાડાઓ પૂર્યા

જૂનાગઢમાં એક અનોખી રીતે જયાપાર્વતી વ્રતનાં જાગરણની કરવામાં આવી ઉજવણી

Leave a Comment

टॉप न्यूज़