Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
Uncategorized

કતલખાને લઇ જવાતાં 1 હજારથી વધુ પશુઓને બનાસકાંઠા પોલીસે બચાવી લીધા

બનાસકાંઠા જિલ્લામાં કતલખાને લઇ જવાતાં 1 હજારથી વધુ પશુઓને બનાસકાંઠા પોલીસે બચાવી લીધા હતા. પાલનપુર હાઈવે ઉપરથી આરટી ઓ સર્કલ પાસે પાંચ ટ્રકના ચાલકો ઘેટાં-બકરા ભરી જઈ રહ્યા હતા. ત્યારે જીવદયા પ્રેમી અને પોલીસે શંકાના આધારે ટ્રકો રોકી તપાસ કરતા ટ્રકોની અંદર 1 હજાર 378 જેટલા ઘેટાં-બકરા ખીચોખીચ ભરેલા હતા. જેમાંથી 21 જેટલા ઘેટાં-બકરાના મોત થયા હતા.જેથી પોલીસે ટ્રક ચાલકોની પૂછપરછ કરતા તેમની પાસે કોઈ પાસ પરમીટ ન હોવાના કારણે પોલીસે તમામ ટ્રકોને કબ્જે લઇ ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ

બનાસકાંઠા જિલ્લા પોલીસે ઘેટાં-બકરા ભરેલા પાંચ ટ્રકને ઝડપી પાડ્યા છે. જીવદયા પ્રેમીઓ ઈકબાલગઢથી દર્શન કરીને પાલનપુર હાઈવે ઉપર જતા હતા. ત્યારે તેમણે શંકાસ્પદ ટ્રકો જોયા હતા. જે ટ્રકોમાં ગેરકાયદેસર પશુ ભરેલા હોવાની તેઓને શંકા હતી. જેથી શંકાના આધારે તેમણે પોલીસ કંટ્રોલમાં જાણ કરતા પોલીસ આરટીઓ સર્કલ પાસે તાત્કાલિક પહોંચી હતી અને પાંચ ટ્રકોને પોલીસે રોકી તપાસ હાથ ધરી હતી. જેમાં ટ્રકોની અંદર ઘેટાં-બકરા ખીચોખીચ ભરેલા હતા. ટ્રકના ડ્રાઈવરોને પૂછપરછ કરતાં ટ્રક ડ્રાઇવરો પાસે પશુ હેરાફેરીનું કોઈ પાસ પરમીટ ન હતું.ટ્રક-1 (GJ 12 BY 8095) ડ્રાઈવરનું નામ અરશદ ઈદ્રીશભાઈ મીરજા, ટ્રક-2 (GJ 24 X 8225 ), ટ્રક-3 (GJ 24 V 7702) ડ્રાઇવર નાસીરખાન મિસરીખાન સિપાઈ, ટ્રક-4 (GJ 24 V 8686) ડ્રાઇવર અમરુદિન મયુદ્દીન નાગોરી, ટ્રક-5 (GJ 24 V 9188) ડ્રાઇવર મુનીર ઇમામભાઈ શેખ, આ ટ્રકોમાં ઘેટાં-બકરાને ભરીને કતલખાને લઈ જવામાં આવતા હતા. જેમાં કુલ 21 જેટલાં ઘેટાં-બકરાનું ટ્રકોમાં જ મોત થયું હતું. ઘેટાં-બકરા ટ્રકોમાં ક્રૂરતાપૂર્વક ચામડી ઘસાય તે રીતે ખીચોખીચ ભર્યા હતા. ટ્રકોમાં ભરીને ઘેટાં-બકરાઓને કતલખાને લઈ જતા હોવાથી પોલીસે તમામ ટ્રક ઝડપી પાડી હતી. ટ્રકમાં ઘેટાં-બકરા ઘાસચારાની સગવડ વિના ક્રૂરતાપૂર્વક ભરવા અંગે પોલીસે ગુનો નોંધ્યો હતો. બે ટ્રક ચાલકો ટ્રક મુકીને ફરાર થઈ ગયા હતા. પાલનપુર તાલુકા પોલીસે કુલ રૂ. 59 લાખ 66 હજારનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

Financial Gravity Hosts AI Design Challenge For Tax Planning Software

NewsReach Admin

World’s Best Teens Compete in Microsoft Office World Championship

NewsReach Admin

The Healthiest Smoothie Orders at Jamba Juice, Robeks

NewsReach Admin

Leave a Comment

टॉप न्यूज़