*કાંકરેજ ના કસરાગ્રામ પંચાયત કચેરીના મરણ ના દાખલા આધારે ગામે બે વ્યક્તિ જીવિત હોવા છતાં ઠગાઇ થયા ની રાડ*
*જીવલેણ બીમારી હોય તેવા લોકો ના ખાતા ખોલાવી દસ્તાવેજ ATM એજન્ટ પોતાની રાખે છે*
ઇન્ડિયા ફસ્ટ વીમા યોજના દ્વારા
કાંકરેજ તાલુકાના કસરા ગામે ગ્રામ પંચાયત કચેરી ના મરણ ના દાખલા આધારે એજન્ટો દ્વારા કૌભાંડ થયા ની રાડ જોવા મળી રહી છે. ગામના *ઠાકોર રમેશ જી રૂપિશીજી*તેમજ ઠાકોર પ્રબતજી હજુરજી બને વ્યક્તિ જીવિત હોવા છતાં બેંકો માં એમના નામ ના વીમા પાસ કરાવી એજન્ટ *ઠાકોર જયંતિજી બાબુજી* અને *કમસીભાઈ દેસાઈ* દ્વારા બેંકો માં OTP માટે પોતાના મોબાઈલ આપી છેતરપિંડી કરતાં ગામના લોકો માં અનેક કુતુહલ સરજાયું હતું. વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લા તપાસ કરવામાં આવે તો આવા અનેક એજન્ટ દ્વારા બેંકો માં કૌભાંડ માં થયા ની રાડ અરજદારો દ્વારા કરવામાં આવી હતી કસરા ગામના મરણ ના દાખલા હોવા છતાં સરપંચ તેમજ તલાટી ક્રમ મંત્રી પણ આ વાત થી વાકેફ છે. પોતાના પંચાયત ના માં અરજદાર જીવિત હોવા છતાં મરણ ના દાખલા આધારે બેંકો પેમેન્ટ ચુકવણું કરતી હોય છે. તો આખરે જવાબદાર કોણ? બનાસકાંઠા જિલ્લા માં વધુ મા વધુ કાયદેસર ની તપાસ કરવામાં આવે તો અનેક જગ્યાએ થતા કૌભાંડ થતાં અટકાવી શકાય. આવા તત્વો સામે કાયદેસર ની કાર્યવાહી કરવા માટે લાગણી સાથે માગણી છે..
બનાસકાંઠા જિલ્લા મા ભારત સરકાર ના પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના નો લાભ મળી શકે તેવા આસય થી વીમા યોજના બનાવેલ છે. જેમા નજીવા પ્રીમિયમ થી ખાતું ખોલી વારસદાર ને બે લાખ અપાય છે પરંતુ બનાસકાંઠા જિલ્લા મા એજન્ટો દ્વારા અશિક્ષિત લોકો સાથે છેતરપિંડી થતાં હડકપ મચી જવા પામ્યો છે.આ વીમા ની રકમ એજન્ટો દ્વારા ચાઉં કરી જવાની રાડ જોવા મળી રહી છે. કાંકરેજ તાલુકાના કસરા ગામે આવીજ ઘટના બનતા ચકચાર જવા પામી હતી.