વાંકાનેર : કોન્ટ્રાકટર, તલાટી, અને સરપંચ તેમજ બાંધકામ શાખાની મિલી ભગતથી તમામ કામોમાં મસમોટા ભ્રષ્ટાચાર આચરયા હોવાની અનેક ફરિયાદો ઉઠી.
વાંકાનેર તાલુકાના તમામ ગ્રામ પંચાયત હેઠળ થતાં કામોમાં ખૂલો ભ્રષ્ટાચાર શા !!! માટે.
શું!!! આ ભ્રષ્ટાચાર તાલુકા પંચાયતની જાણ બહાર થઈ રહ્યો છે કે પછી મોકલું મેદાન તાલુકા વિકાસ અધિકારી દ્વારા આપવામાં આવ્યું છે તેવી લોક મુખે ચરચાઓ થઈરહી છે.
શું!!! આ ભ્રષ્ટાચારને રોકવામાં જવાબદાર અધિકારીને ગ્રહો નડી રહ્યા છે. કે પછી ભાગ બટાઈમાં ચાલી રહ્યું છે.
તો પછી આ ભ્રષ્ટાચારને કેમ!!! રોકવામાં નથી આવતો. ભ્રષ્ટાચારીઓને કેમ ખુલા પાડવાના બદલે છાવરવામાં આવે છે.
વિસ્તારથી વાત કરીએ તો વાંકાનેર તાલુકાના ગામોમાં સ્વભંડોળ, નાણાંપાંચ,આયોજનની કે પછી અન્ય અલગ અલગ ગ્રાંટો માંથી ગામના વિકાસના કામો કરવામાં આવતા હોય છે ત્યારે દરેક ગામોમાં સરપંચ અને તલાટી દ્વારા કોન્ટ્રાકટરરોને ગામના વિકાસના નામે તમામ કામો આપી દેવામાં આવે છે અને કોન્ટ્રાકટર દ્વારા ગામના વિકાસના નામે કામો શરૂ કરવામાં આવે છે તે કામોમાં કોન્ટ્રાકટર, સરપંચ, તલાટી મંત્રીથી લઈને વાંકાનેર તાલુકા પંચાયતના બાંધકામ શાખાના જવાબદાર અધિકારીઓ સાથે સાઠ ગાઠ કરી મસ મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાની અનેક ફરિયાદો સામે આવિ રહી છે
આમ છતાં વાંકાનેર તાલુકા પંચાયતના જવાબદાર અધિકારીના નાક નીચે થતાં આવા તમામ ભ્રષ્ટાચારિયોના કાડોને કેમ દબાવવામાં આવી રહ્યા છે બાંધકામ શાખાના ભ્રષ્ટ અધીકારીઓ ઉપર કેમ એક્શન લેવામાં નથી આવતા. અને કોન્ટ્રાક્ટરોને તો તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ જાહેર કરી અને ઘરે બેસાડી દેવા જોઈએ પણ અહીંયા વાસ્તવિકતા કંઇક અલગ છે બ્લેક લિસ્ટ કરવાને બદલે ખૂલે એમ છાવરવામાં આવતા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે અને રહી વાત સરપંચો અને તલાટી મંત્રીની તો ટૂંક સમયમાં તમે ટકાવારી લઈને કરેલા કામોને ગુજરાત દર્શન સમાચાર દરેક ગામોનો પ્રવાસ કરી ગ્રાઉન્ડ જીરો રિપોર્ટ બતાવશે અને તમે વિકાસના નામે કરેલા કામોને ખુલા પાડવામાં આવશે અને તાલુકા પંચાયતના જવાબદાર અધિકારીઓ દ્વારા નબળી ગુણવતા વાળા કામોને કઈ રીતે પાસ કરવામાં આવે છે તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે.
We use cookies to ensure that we give you the best experience on our website. If you continue to use this site we will assume that you are happy with it.