બિનખેતી ગ્રામ પંચાયતને સોપેલ કે સંભાળેલ ન હોય તેમાં ગ્રામ પંચાયત તીથવા દ્વારા વિકાસના કામ થયેલ હોય તેની તપાસ કરવા બાબતે લેખીત આપવા છતાં જવાબદાર અધિકારી દ્વારા કેમ કોઈ કાર્ય વહી કરવામાં નથી આવતી અને જવાબદારોને છાવરવામાં આવે છે
અધિકારીઓને ખૂલી ચેલેન્જ દરેક ગામના અહેવાલો રજૂ કરી વાસ્તવિકતા અમે બતાવીશું અને ભ્રષ્ટાચારીઓને ખુલા પાડીશું તમારા જ કરેલા ક્યાં કામોમાં તમારી કેટલા ટકા ટકાવારી ચાલી રહી છે તેનો પણ પર્દાફાસ કરીશું ત્યાર રહેજો પુરાવા સાથે તમને ઘરે મોકલવાની પૂરી ત્યારે સાથે અમે આવી રહ્યા છીએ લોકો વચ્ચે…
વાંકાનેર તાલુકાના તીથવા ગ્રામ પંચાયત દ્વારા બિનખેતી થયેલ હોય અને તે બિનખેતી ગ્રામ પંચાયતને સોપાયેલ ન હોય તેવા ગ્રામ પંચાયત દ્વારા સી.સી. રોડ, ગટર લાઇન, પેવર બ્લોક જેવા અલગ અલગ કામો કરવામાં આવેલ છે અને તેની રિપેરિંગ અને બીજી અન્ય જ્વાબદારી પણ તીથવા ગ્રામ પંચાયત નિભાવે છે. ત્યારે ક્યાં કાયદાની અદર જોગવાઈ છે કે આવા કામ કરી શકાય તો અન્ય ગામના બિનખેતી વિસ્તારમાં કેમ નહિ ???
શું ??? તાલુકા વિકાસ અધિકારી દ્વારા આ તીથવા ગામની અંદર અનધિકૃત થયેલા કામોનાના જે બિલ પાસ કરવામાં આવ્યા છે તે નાણાં ઊંચ અધિકારી દ્વારા રિફન્ડ કરાવવામાં આવશે કે પછી જવાબદાર તાલુકા વિકાસ અધિકારી, બાંધકામ શાખાના જવાબદાર અધિકારીઓ, તેમજ તલાટી કમ મંત્રી, સરપંચ અને કોન્ટ્રાકટર વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે કે પછી આ પ્રકરણને દબાવી દેવામાં આવશે એતો આવતો સમયજ બતાવશે
તારીખ 30/5/2022 ના રોજ તાલુકા વિકાસ અધિકારી દ્વારા તીથવા ગ્રામ પંચાયતને હાઇકોર્ટ હુકમની અમલવારી અને બિનખેતી શરતભંગ અંગેની તપાસ કરવા જણાવેલ ત્યારે ગ્રામ પંચાયત દ્વારા તા. ૨૦/૦૬/૨૦૨૨ ના જવાબમાં મુદ્દા ન. ૯ પછીના ફકરામાં જણાવેલ કે ખરેખર જોઈએ તો આ ખાનગી જમીન બિનખેતીનો મામલો છે તેના સાર્વજનિક પ્લોટ કે રોડ રસ્તાની જમીન ગ્રામ પંચાયતને સોંપેલ નથી કે ગ્રામ પંચાયતે સંભાળેલ નથી તે વિવાદ મા અમારે કય કરવાનું થતું નથી, આવો જવાબ રજૂ કરેલ હતો પણ હકીકમાં જે જગ્યાનો વિવાદ ચાલે છે તે સર્વે નંબર 1192/1 માં જે બિનખેતી થયેલ છે જેમાં ગ્રામ પંચાયત એમ કહે છે કે અમને સોંપેલ નથી કે અમે સંભાળેલ નથી તો ત્યાં પણ ભુગર્ભ ગટર લાઇન નાખવામાં આવેલ છે અને બીજી ઘણી જગ્યાઓ એવી છે કે જે બિનખેતી થયેલ છે અને ગ્રામ પંચાયતને સોપેલ કે સંભાળેલ નથી તેમાં પણ ગ્રામ પંચાયત દ્વારા સી.સી. રોડ, ગટર લાઇન અને પેવર બ્લોક જેવા કામ કરેલ છે તો આ વિસ્તારોમાં વિકાસના કામો ક્યાં આધારોને લઈને કરવામાં આવેલ છે તેની તપાસ કરવામાં આવે અને ગ્રામ પંચાયત અધિનિયમ અનુસાર કામ થયેલ ન હોય તો ગ્રામ પંચાયત વિરુધ્ધ ઉચાપતની ફેરિયાદ નોંધી આગળ કાર્યવાહી અને સ્થળ તપાસ આધારે કાર્યવાહી કરવા માટે અરજીઓ પણ થયેલી છે આમ છતાં અત્યાર સુધીમાં જવાબદારો સામે કેમ પગલાં લેવામાં નથી આવ્યા