વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામ ખાતેથી આજે સવારે ખેડૂતના ઢોર બાંધવાના એકઢારીયા પરથી એક બિનવારસી તાજી જન્મેલી જીવતી બાળકી મળી આવી હતી. ગામના યુવા આગેવાન ઇલ્મુદીન દેકાવડીયાએ 108 અને પોલીસને જાણ કરી હતી. બાળકીને 108માં વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી અને સારવાર હેઠળ રાખવામાં આવી છે.
આ ત્યજી દેવાયેલી બાળકી સિવિલ હોસ્પિટલે લઇ આવતા ફરજ પરના ડૉકટર વૈશાલી પટેલે તપાસ કરી જણાવ્યું હતું કે બાળકીને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે તેમને ઓક્સિજન ઓછું મળે છે અને ઠંડા વાતાવરણના કારણે તેમજ વહેલી સવારના ઉઘાડું પડેલું હોવાથી તેને ઠંડી લાગી ગયેલ છે જેથી આ બાળકીને બાળકના સ્પેશિયાલિસ્ટ ડૉકટરની સારવારની જરૂર હોવાથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે રીફર કરવામાં આવે છે.
વધુમાં મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામ ખાતે ખેડૂત માથકીયા યુનુસ અલીભાઇના પશુઓ બાંધવાના છતવાળા એકઢારીયા પરથી જીવતી બાળકી ત્યજી દીધેલી બિનવારસી હાલતમાં મળી આવી હતી. આજે સવારે આ ખેડૂત ઉઠ્યા ત્યારે તેમને એકઢારિયા પર જવાની સીડીમાં લોહીના ડાઘ જોતા કઈક અજુગતું થયું હોવાનુ જણાઈ આવતા તેઓ સિડી ઉપર જાય છે તો ત્યાં લોહીના ડાઘ જોવા મળે છે થોડા આગળ જતાં ડિલિવરી દરમિયાન નીકળેલ ખરાબીનો ઢગલો જોવા મળ્યો હતો ત્યાં થઈને છત પર ગયા ત્યાં તેઓ દ્રશ્યો જોઈને આશ્ચર્યથી ચકિત થઈ ગયા એકઢારીયાની છત પર એક તાજી જન્મેલી જીવિત બાળકી પડેલી જોઈને તેમને તાત્કાલિક ધોરણે ઇલમુદીનભાઈ દેકાવડિયને જાણ કરવામાં આવી હતી.
ત્યારે સવાલ એ ઊભો થાય છે કે આ બાળકીને આવી રીતે છત પર કોણે જન્મ આપ્યો હતો ? શુ પાપ છુપાવવા માટે બાળકીને અહીં છત પર જન્મ આપવામાં આવ્યો હસે? આવિતે કઈ મા હસે જેમણે આવી ફૂલ જેવી દીકરીને જન્મતાની વેત તરછોડી દીધી ? જો પોલીસ તપાસ યોગ્ય રીતે કરવામાં આવે તો આ કોનુ પાપ છે તેનું રાજ ખુલી શકે અને માસુમ ફૂલ જેવી બાળકીને તરછોડી દેનાર મા ને સજા મળી શકે. રાજાવડલા બાદ પીપળીયારાજ ગામનો આ બીજો બનાવ છે અગાઉના કેશમાં પણ પોલીસ નિષ્ફળ રહી છે હજુ સુધી રાજાવડલામાં મળેલ બાળકનું રહસ્ય અકબંધ છે ત્યારે જોવાનું રહ્યું કે શું પીપળીયારાજની ઘટના માં પડદો ઊંચકાશે કે કેમ???
We use cookies to ensure that we give you the best experience on our website. If you continue to use this site we will assume that you are happy with it.