મોરબી જિલ્લા ખાતે ફરજ બજાવતા બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી.પી.સોનારા, સી.પી.આઇ. વાંકાનેર, મોરબીને મુંબઇ પોલીસ (શિક્ષા અને અપીલ) નિયમો-૧૯૫૬ ના નિયમ-૫ થી મળેલ સત્તાની રૂએ, તા.૨૯/૦૩/૨૦૨૨ના હુકમ કરવામાં આવ્યો છે જેનાથી સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે બઢતી મેળવી ઉપર જવાના બદલે નીચે પીએસઆઈ મો હુકમ થતાં બી.પી.સોનારણી મુશ્કેલીઓમાં વધારો થયો છે
૨/૪/૨૬-૨૨/૬૭૧/૨૦૨૨થી ફરમાવેલ સીધીકારણ દર્શક નોટીસથી શિક્ષામાં ઘટાડો કરી “બી.પી.સોનાર પોલીસ ઇન્સ્પેક્ટર સંવર્ગમાંથી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગમાં ત્રણ વર્ષ માટે મુકવાની શિક્ષા કરતો આખરી હુકમ કરવામાં આવેલ છે. જેથી સોનારાએ પી.એસ.આઈ.ના પદ ઉપર રહી પોતાની ફરજ બજાવવી પડશે
આખરી હુકમની બજવણી નાયબ પોલીસ અધિક્ષકશ્રી,મોરબી દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી બી.પી.સોનારાને તા.૧૫/૧૧/૨૦૨૨ના રોજ કરવામાં આવેલ છે. જેથી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી.પી.સોનારાને પોલીસ ઇન્સ્પેક્ટર સંવર્ગમાંથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંવર્ગમાં મુકવામાં આવે ત્યારે એક પ્રતિષ્ઠિત પોલીસ અધિકારી માટે ખુબજ મુશ્કેલ છે ખેર હુકમનું પાલનતો કરવું પડશે
તેમજ હાલ વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨ ની આચારસંહિતા અમલમાં હોવાથી બદલી કે નિમણુંક માટે પ્રતિક્ષામાં રાખવામાં આવેલ છે. આ સમયગાળા દરમ્યાન બી.પી.સોનારાંએ કંટ્રોલ ઇન્ચાર્જના સંપર્કમાં રહી સોંપવામાં આવતી ફરજો બજાવવાની રહેશે
We use cookies to ensure that we give you the best experience on our website. If you continue to use this site we will assume that you are happy with it.