વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવતા ગામોની અંદર ખુલ્લે આમ દેશી અને ઈંગ્લીશ દારૂનું વેચાણ શું!!! તાલુકા પીએસઆઈની રહેમ દૃષ્ટિ સિવાય થઈ સકે ખરૂ જનતાનો ખુલ્લો સવાલ હતો જેનો જવાબ આપવામાં તાલુકા પીએસઆઈ સોનાર સક્ષમ ન હોય તેવું લાગી રહ્યું છે જેનું મુખ્ય કારણ એ છે કે તાલુકા પોલીસ સ્ટેશન જેતે વિસ્તારના બીટ જમદરોથીજ ચાલતુ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા અનેક ગામોમાં ખૂલે આમ દેશી તથા ઈંગ્લીશ દારૂનું વેચાણ કોઈ રોક ટોક વગર તાલુકા પોલીસની રહેમ નજર હેઠળ જ કરવામાં આવી રહ્યું છે જે અમે ખૂલે આમ આપને કહ્યું હતું જેનું પ્રૂફ આજે અમે આ વીડિયો દ્વારા બતાવી રહ્યા છીએ જેમાં ખુંલ્લે આમ દેશી દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે બૂટલેગરો સાથેની વાતચીત દરમિયાન જાણવા મળ્યું છે કે જમાદાર દ્વારાજ મસમોટો હપ્તો લઈને દારૂ વેચવાની પરમિશન આપવામાં આવે છે ત્યારે એક સવાલ ઊભો થાય કે શું! આ ગાંધીનું ગુજરાત છે
આવીજ રીતે તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં અનેક જગ્યાઓ ઉપર દારૂના વેપલાઓ ખૂલે આમ થઈ રહ્યા છે અને જવાબદાર પોલીસ અધિકારીની રહેમ નજર હેઠળ જ થતાં હોય ત્યારે વાંકાનેર તાલુકાની જનતા માટે આનાથી વધારે સરમ જનક શું! હોય સકે
આતો એક નમૂનો જ છે બાકી હજુ તો આવતા દિવસોમાં આવા અનેક વિડિયો સાથે અલગ અલગ જગ્યાઓ ઉપર જઈને તાલુકા પોલીસ સ્ટેશનની રહેમ નજર હેઠળ ચાલતા અનેક દેશી દારૂની ભઠ્ઠી સહિતના હાટળાઓની પોલ ખોલવામાં આવશે અને જવાબદાર તેમજ ભ્રષ્ટ પોલીસ અધિકારીઓને ખુલા પાડવામાં આવશે…