*પૂર્વ કચ્છ એલસીબી પીઆઇ એમ એન રાણા સાહેબ ની આગેવાનીમાં એલસીબીને મળી સફળતા*
પવનચક્કી કેબલ વાયર ચોરીનાં મુખ્ય સુત્રધાર આરોપી સહિત અન્ય ત્રણ આરોપી પકડી પાડી વધુ બે ચોરીનાં ગુનાઓનો ભેદ ઉકેલતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પુર્વ કચ્છ ગાંધીધામ
બોર્ડર રેન્જ આઈ..પી. જે.આર.મોથલીયા, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં બનતા મિલકત સબંધી બનાવો શોધી કાઢવા તથા અટકાવવા સારૂ જરૂરી સુચના આપેલ હોઇ જેથી એમ.એન.રાણા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. નાઓની આગેવાની માં પોલીસ સબ ઇન્સપેકટર ડી.આર.ગઢવી તથા એલ.સી.બી ટીમ ગાંધીધામ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન બાતમી મળેલ કે જંગી ગામની સીમમાં થયેલ પવનચક્કી કેબલ ચોરીનાં ગુના કામે સંડોવાયેલ આરોપીઓ નવી સુંદરપુરી ગાંધીધામ ખાતે આવેલ હોવાની ચોક્કસ બાતમી હકીકત આધારે આ જગ્યાએ રેઈડ કરી ચાર આરોપીઓને પકડી પાડી તેઓની પુછપરછ કરતા તેઓએ તેમના સાગરીતો સાથે મળી શિકારપુર, આંબલીયારા, જંગી તથા પેથાપર તેમજ માણાબા ગામની સીમમાં આવેલ પવનચક્કીઓમાંથી કેબલ વાયરોની ચોરી કરેલાની કબુલાત આપેલ અને વધુમાં તેઓએ શીવલખા ગામની પાસે આવેલ લગધીરગઢ સીમમાં તેમજ ભચાઉ તાલુકાનાં નારણસરી ગામની સીમમાંથી પણ ચોરી કરેલાની કબુલાત આપતા અને આ તમામ મુદ્દામાલ ગાંધીધામમાં વેચેલ હોવા જણાવતા આરોપીઓની ધોરણસર અટક કરી મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી માટે સામખ્યાળી પોલીસ સ્ટેશન ને સોપવામા આવેલ છે .
પકડાયેલ આરોપીનુ નામ ( ૧ ) જાનમામદ અલીમામદ સમા ઉ.વ .૨૭ રહે . મોથારા વાંઢ ચાંદ્રોડી તા.ભચાઉ ( ૨) બાબુ ગોવાભાઇ કોલી ( સુરાણી ) ઉ.વ .૨૨ રહે . લીંબડીવાંઢ ભીમદેવકા તા .૨ા૫૨ માલ ખરીદનાર આરોપી ( 3 ) પ્રહલાદભાઈ અરજણભાઈ પરમાર ઉ.વ. ૨૭ ૨હે . કીડીયાનગ૨ તા .૨ા૫૨ ( ૪ ) પ્રવિણભાઈ ગેલાભાઇ ચાવડા ઉ.વ.૩૨ રહે . નવી સુંદરપુરી ગાંધીધામ
પકડવાનાં બાકી આરોપીઓ ( ૧ ) જીગર તરશી કોલી રહે . આણંદ૫૨ તા .રા૫૨ ( ૨ ) કરશન જેશા કોલી રહે . લીંબડીવાંઢ ભીમદેવકા તા.રાપર ( ૩ ) અકબર જુમાજી સમા રહે . સામખ્યાળી તા.ભચાઉ ( બોલેરોનો ડ્રાઇવર ) ( ૪ ) વલીમામદ રાજા રહે.ગાગોદર તા .રાપર ( ૫ ) મહેશ તેજા કોલી રહે . પેથાપર તા.રાપર
કબ્જે કરેલ મુદ્દામાલની વિગત આરોપીઓએ ચોરી કરેલ વાયરોમાંથી નીકળેલ કોપર વાયરને ઓગાળ પાટો બનાવેલ તે પાટો નંગ -૪ જેનુ કુલ વજન
૪પર કિ.ગ્રા . કિ.રૂ. ૩,૧૬,૪૦૦ / વધુ બે શોધાયેલ ગુના ( ૧ ) સામખ્યાળી પો.સ્ટે . પાર્ટ એ ૩૨૬/૨૧ ઇ.પી.કો. ૩૭૯,૪૨૭ ( ૨ ) લાકડીયા પો.સ્ટે . પાર્ટ એ ૫૫/૨૨ ઇ.પી.કો. ૩૭૯
આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઈન્સપેક્ટર એમ.એન.રાણા તથા પોલીસ સબ ઇન્સપેકટર ડી.આર.ગઢવી તથા એલ.સી.બી.ટાફ દ્વારા કરવામા આવેલ છે
*રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ*