પંચમહાલના શહેરા નગરપાલિકા દ્વારા નગર વિસ્તારમાં રખડતા પશુઓને પકડી પાડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જ્યારે ભાજપ સાથે જોડાયેલા અને પાલિકા વિસ્તારના વોર્ડ નંબર ત્રણના સભ્યના પતિ દ્વારા જાહેરાત કર્યા વગર પશુઓને પકડી પાડવા માટેની કામગીરી કરતા હોવાનું જણાવ્યુ હતુ.
પંચમહાલના શહેરામાં નગરપાલિકા દ્વારા નગર વિસ્તારમાં રખડતા પશુઓ ને પકડવા માટે ની કામગીરી હાથ ધરવામાં આવી હતી નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર જીતેન્દ્રસિંહ રાઠોડ અને તેમની ટીમ દ્વારા બસ સ્ટેશન, અણીયાદ ચોકડી,સિંધી ચોકડી સહિતના વિવિધ વિસ્તારોમાં જાહેર માર્ગ ઉપર બેઠેલા અને રસ્તા ઉપર ફરતા પશુઓને પકડી પાડવામાં આવી રહયા હતા. પશુઓને પકડવાને લઈને પાલિકા ની ટીમ અને પશુપાલકો વચ્ચે સામાન્ય બોલાચાલી થતા પોલીસ ને બોલવાની ફરજ પડી હતી.જ્યારે પાલિકાની ટીમ દ્વારા પશુઓને પકડી પાડવા માટેની કામગીરી ચાલી રહી હતી ત્યારે ભાજપ સાથે જોડાયેલા અને વોર્ડ નંબર ત્રણના સભ્ય કુરેશાબાનું અંસારીના પતિ સલીમખા એ સેનેટરી ઇન્સ્પેક્ટરને પહેલા પશુપાલકોને નોટિસ આપવા સહિત નગર વિસ્તારમાં આની જાહેરાત કરવી જોઈએ ત્યારબાદ પશુઓને પકડી પાડવા માટેની કામગીરી કરવી જોઈએ તે માટે જણાવતા સેનેટરી ઇન્સ્પેક્ટર જીતેન્દ્ર સિંહ રાઠોડ એ અમે નિયમ મુજબ ની કામગીરી હાલ કરી રહયા છીએ તમે ચીફ ઓફિસરને રજૂઆત કરો તેમ જણાવ્યું હતું.પાલિકાની ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારમાંથી પકડી પાડેલા ત્રણ પશુઓને પાંજરાપોળ ખાતે મોકલી દેવામાં આવશે તેવું પાલિકા ના એસ.આઇ જીતેન્દ્ર સિંહ રાઠોડ એ જણાવ્યુ હતુ. પશુઓ જોખમી રીતે હાઇવે માર્ગ ઉપર બેસતા હોય ત્યારે વાહન સાથે અકસ્માત થવાનો ડર રહેતો હોય તેમજ પશુઓ પણ ઘાયલ થતા હોય ત્યારે નગરજનો અને વાહન ચાલકો એ પાલિકાની કામગીરી ને બિરદાવી હતી. પાલિકા દ્વારા પ્રથમ વખત નગર વિસ્તારમાં ઢોરોને પકડી પાડવા માટેની કામગીરી કરવામાં આવતા આ કામગીરી એક દિવસ પૂરતી નહિ પણ દરરોજ કરવામાં આવે તેવી નગરજનો માંથી માંગ ઉઠવા પામી છે.
બાઈટ…સલીમખા અન્સારી …ભાજપ પક્ષના .વોર્ડ નંબર 3ના કુરેશાબાનું ના પતિ….
રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ