પોરબંદર જિલ્લામાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના થકી રસોડાઓ બન્યા ધુમાડામુક્ત: લાભાર્થી લીલાબેન પરમાર
ગોસ(ઘેડ) પોરબંદર તા,૧૮
. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્ય સરકાર ૨૦ વર્ષના વિકાસ અને વિશ્વાસના પુરુષાર્થની ઉજવણી કરવામાં આવી રહી છે. છેલ્લા ૨૦ વર્ષમાં રાજ્ય હરણફાળ પ્રગતિ કરી છે. સરકાર દ્વારા મહિલા સશક્તિકરણની દિશામાં નોંધપાત્ર યોજનાઓ બહાર પડી ને મહિલાઓના જીવનમાં આમૂલ પરિવર્તન લાવી છે. તેનું ઉદાહરણ પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના રાણા બોરડી ગામના લીલાબેન પરમાર.
આ તકે લીલાબેન પરમારે જણાવ્યું કે, મારું મોટાભાગનું જીવન પારંપરિક રીતે બળતણ, ચૂલા દ્વારા રસોઈ બનાવતા વિતાવી હતી. અમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોવાથી દૂર દૂર સુધી બળતણ લેવા જવું પડતું હતું અને ઘણો સંઘર્ષ કરવો પડતો હતો. અને રસોઈ બનાવતી વખતે ધુમાડા થી થતું પ્રદૂષણ થી થતી પીડા અસહનીય હતી. પછી મને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના જાણ મળી મે તેમાં અરજી કરી અને મને આજે સહાય કીટ મળી છે. આ યોજના થકી મને નવજીવન પ્રાપ્ત થયું છે. અમારા સ્વાસ્થ્ય ચિંતા કરવા માટે હું સરકારનો આભાર વ્યક્ત કરું છું.
મહિલાઓનું સ્વાસ્થ્ય સુધરે અને મહિલા ઉત્થાન માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શરૂઆત ૨૦૧૬ માં કરી હતી. સરકારના હકારાત્મક અભિગમથી ઘણી મહિલાઓનું જીવન બદલાયું છે.
અહેવાલ :-વિરમભાઈ કે.આગઠ