Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

તાલાલા તાલુકાના ૪૫ ગામોમાં ફરજ બજાવતા ૨૧ તલાટી મંત્રીઓ અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરી

તાલાલા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી

તલાટી કમ મંત્રીની પડતર માંગણીઓ પૂર્ણ કરવા સરકારે આપેલ વચન ફોગટ જતા ફરી હડતાલ શરૂ થઈ

તાલાલા પંથકના ૪૫ ગામોમાં ગ્રામીણ પ્રજા અને ખેડૂતોની રોજિંદી તમામ કામગીરી ઠપ્પ થતાં પ્રજા પરેશાન

તાલાલા પંથકના ૪૫ ગામોમાં સેવા આપતા ૨૧ તલાટી કમ મંત્રીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર ઉતરી જતા તાલાલા પંથકમાં ગ્રામ પંચાયતોની રોજીંદી કામગીરી ઠપ્પ થતાં ગ્રામીણ પ્રજા તથા ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે.

તાલાલા તાલુકા તલાટી કમ મંત્રી મંડળના પદાધિકારીઓએ હડતાલ ની શરૂઆત કરતા પહેલા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું તેમાં જણાવ્યું છે કે નવ માસ પહેલા તલાટી મંડળ દ્વારા અચોક્કસ મુદ્દતની હડતાલ ની શરૂઆત થઈ હતી ત્યારે તલાટી કમ મંત્રીઓની પડતર માંગણીનો ટુંક સમયમાં સુખરૂપ નિવારણ લાવવા સરકારે ખાત્રી સાથે વચન આપ્યું હતું,છતાં પણ નવ માસ પછી પણ સરકારે તલાટી મંત્રી મંડળને યોગ્ય ન્યાય આપવા આળશ રાખી હોય ફરી લડત શરૂ કરી છે.

તાલાલા પંથકના ૪૫ ગામોમાં સેવા આપતા તમામ તલાટી મંત્રી હડતાલ ઉપર ઉતરી જતા ગ્રામીણ વિસ્તારની લોક ઉપયોગી તમામ કામગીરી ઠપ્પ થતાં ગ્રામીણ પ્રજા તથા ખેડૂતો મુશ્કેલી માં મુકાઇ ગયા છે.ડિઝાસ્ટર અને રાષ્ટ્રીય પર્વની કામગીરી થશે

ડિઝાસ્ટર તથા રાષ્ટ્રીય પર્વના સન્માન માટે તા.૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમ્યાન”હર ઘર તિરંગા”ના દરેક ગામે કાર્યક્રમો યોજાશે,આ બંને કામગીરી સિવાયની તમામ કામગીરી સરકાર દ્વારા યોગ્ય ન્યાય મળશે નહીં ત્યાં સુધી બંધ રહેશે તેમ તલાટી કમ મંત્રી મંડળની યાદીમાં જણાવ્યું છે.

રીપોર્ટ: કાજલ ભટ્ટ તાલાલા ગીર

Related posts

ગાંધીધામ ચેમ્બર ભવનમાં ૧૦૦ થી વધુ સમાજ/સંગઠનોના આગેવાનો સાથે બેઠક યોજાઈ સંકુલના વિકાસને લગતા અનેક પ્રશ્નોની વણઝાર

વિજરખી ફાયરીંગ રેન્જમાં અવર-જવર પર પ્રતિબંધ

Gujarat Darshan Samachar

દામનગર ગુરૂકુળ ખાતે રાજ્ય યોગ બોર્ડ ના ચેરમેન ની અધ્યક્ષતા માં યોગ સંવાદ યોજાયો…

Leave a Comment

टॉप न्यूज़