Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

વાંકાનેર: નગરપાલિકા દ્વારા મેળાની જે જગ્યાની ફાળવણી કરવામાં આવેલ તે રદ કરીને નવેસરથી કાર્યવાહી કરવા પ્રાદેશિક કમિશનરનો આદેશ…

વાંકાનેર નગરપાલિકા દ્વારા દર વર્ષે જે સાતમ આઠમના નાગાબાવાના મંદિર પાસેન મેળાનું આયોજન કરવામાં આવે છે. તે કોરોના સમય ગાળા દરમિયાન આ મેળાનું આયોજન થઇ શકયું નોહતું ત્યારે આ વર્ષે લોકો મેળાની મજા માણવા રાહ જોઈને બેઠા છે ત્યારે આ મેળો વિવાદમાં સપડાયો.

આ મેળામાં જે દર વખતે જગ્યાની ફાળવણી કરવામાં આવે છે તેજ રીતે આ વખતે પણ તેજ આયોજકોને જગ્યા ફાળવી આપવામાં આવી હોય જેથી જગ્યાની ફાળવણીમાં કંઈક ખોટું થઈ રહ્યું છે તેવી રજૂઆત રાજકોટ ઝોનના નગરપાલિકાના પ્રદેશ કમિશનરને અમૃતલાલ કાનજીભાઈ ઠાકરાણી દ્વારા કરવામાં આવી હતી જેને અનુસંધાને પ્રદેશ કમિશનરે વાંકાનેર નગરપાલિકા ચીફ ઓફિસરને પત્ર લખીને જણાવ્યું છે કે..વાંકાનેર નગરપાલિકા દ્વારા મેળાની જગ્યાની ફાળવણી બાબતે થયેલ કાર્યવાહી નગરપાલિકા અધિનિયમ-૧૯૬૩ન કલમ ૨૫૮ અનુસાર તાત્કાલિક રોકવામાં આવે તેવું લેખિતમાં જણાવ્યું છે.

અમૃતલાલ કાનજીભાઇ ઠાકરાણી દ્વારા તા.૦૧/૦૮/૨૦૨૨ના રોજ વાંકાનેર નગરપાલિકા દ્વારા મેળાની જગ્યાની ફાળવણી બાબત રજૂઆતમાં જણાવ્યું છે કે નગરપાલિકા મેંળાનું આયોજન કઈ શરતોને અનુસંધાને કરે છે. તેમજ કોઈપણ જાતની હરરાજી કરવાને બદલે પોતાના મળતિયાઓને મેળાનું ગ્રાઉન્ડ મળે તે માટે અધિનિયમ મુજબ સુચવવામાં આવેલ શરતોનું પાલન નગરપાલિકા દ્વારા કરવામાં આવતું નથી. અને એક તરફી આપી મેલાનું ગ્રાઉન્ડ આપી દેવામાં આવે છે જેથી આમ નવેસરથી ટેન્ડર પ્રક્રિયા ઊભી કરી.હરીફાઈ કરી જાહેરાત આપી ભાવો મંગાવી જે ઊંચા ભાવ આપે તેને મેળાનું ગ્રાઉન્ડ આપવું જોઈએ તેવી રજૂખ્યાત કરવામાં આવેલ છે.

 


અમૃતલાલ કાનજીભાઈ ઠાકરાણી દ્વારા કરવામાં આવેલ અજુઆતને ધ્યાને લઇ રાજકોટ ઝોનના નગરપાલિકાઓના પ્રદેશિક કમિશનરે આદેશ કર્યો છે કે સરકારશ્રીની સ્થાયી સુચનાનુસાર હરરાજી અંગેની તંદુરસ્ત સ્પર્ધા થાય તે રીતે કાર્યવાહી કરવી, તેમજ આ અંગે કોઈ કાર્યવાહી કરેલ હોય તો તુરંત રદ કરી નવેસરથી કાર્યવાહી હાથ ધરવા જણાવવામાં આવેલ છે.

નાની એવી બાબત થી શરૂ થયેલ વિવાદ નગર પાલિકા બાદ આજે સોભા યાત્રા હોય કે પછી મેળાનું ગ્રાઉન્ડ બાબત હોય પણ વિવાદ વક્રીને ચરમ સીમાએ પહોંચ્યો છે ત્યારે જોનું એ રહ્યું કે શું??? અધિકારીઓ મળ્યાથી બનીને a બાબતે કાઈ નિકાલ કરશે કે પછી આ વિવાદમાં લોકોએ જ પીસાવું પડશે ..

Related posts

લોખંડના ભંગાર ચોરી કરતા બે ઈસમોને ઝડપી પાડતી જામનગર એસ.ઓ.જી.

Gujarat Darshan Samachar

ખાનપુર ગ્રામ પંચાયત તરફથી 76 માં સ્વતંત્ર દિવસની હાર્દિક શુભેચ્છાઓ…

જામનગર ગોકુલનગર ખાતે આગનું છમકલું, ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે, ૬૦ હજારનું નુક્શાન

Leave a Comment

टॉप न्यूज़