Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જામનગરમાં ઊભા કરવામાં આવેલા લમ્પી વાયરસ સેન્ટરની મુલાકાત લીધી

મુખ્યમંત્રી શ્રીએ પશુધન માટે તૈયાર કરવામાં આવેલ સારવાર કેન્દ્ર, વેક્સીનેશન સેન્ટર, રોગગ્રસ્ત ગૌધનના શેડસ, રહેઠાણની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું

પશુઓની યોગ્ય રીતે તાકીદે સારવાર તેમજ વેક્સિનેશન કરવામાં આવે તે અંગે અધિકારીશ્રીઓને સૂચનો કર્યા

રૂ.૩૦ લાખના ખર્ચે નિર્માણ પામેલા આ સેન્ટરમાં પશુઓનું વેક્સિનેશન તેમજ લમ્પીગ્રસ્ત પશુઓની સારવાર કરવામાં આવશે

જામનગર તા.૬ ઓગસ્ટ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આજે જામનગર જિલ્લામાં લમ્પી વાયરસની સ્થિતિનું નિરીક્ષણ કરવા અર્થે શહેરની મુલાકાતે છે ત્યારે જામનગર મહાનગપાલિકા દ્વારા શહેરના ગોલ્ડન સીટી પાછળ, સોનલનગર ખાતે લમ્પી “વાયરસ સારવાર કેન્દ્ર” ઊભું કરવામાં આવ્યું છે જેની મુખ્યમંત્રીશ્રીએ મુલાકાત લઈ પશુઓની સારવાર માટે ઊભા કરવામાં આવેલી તમામ પ્રકારની સુવિધાઓનું નિરીક્ષણ કરી લગત અધિકારીશ્રીઓ તેમજ પશુપાલન વિભાગને જરૂરી સૂચનો કરી પશુઓની યોગ્ય રીતે કાળજી લેવા જણાવ્યું હતું. 

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જે લમ્પી વાયરસ સારવાર કેન્દ્રની મુલાકાત લીધી છે તે સેન્ટર જામનગર મહાનરપાલિકા દ્વારા રૂ.30 લાખના ખર્ચે 50હજાર ચોરસફૂટની જગ્યામાં ઊભું કરવામાં આવ્યું છે. આ સેન્ટરમાં શહેરના લમ્પી વાયરસ અસરગ્રસ્ત પશુઓની સારવાર કરવામાં આવશે તેમજ વેક્સીનેશન અને પશુ એમ્બ્યુલન્સની સૂવિધા પણ ઊભી કરવામાં આવી છે. જ્યાં સુધી અસરગ્રસ્ત પશુ તંદુરસ્ત ન થાય ત્યાં સુધી તેના રહેઠાણ અને ખોરાકની વ્યવસ્થા અંગેની પણ આ સેન્ટર પર કાળજી લેવામાં આવશે.

જામનગર જિલ્લામાં નોંધાયેલા 138176 પશુધન પૈકી અત્યાર સુધી 110456 પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. તેમજ અસરગ્રસ્ત તમામ 5405 પશુઓને પશુપાલન વિભાગ દ્વારા સારવાર આપવામાં આવી છે.

મુખ્યમંત્રીશ્રી ની આ મુલાકાત દરમિયાન પશુપાલન, ગૌસંવર્ધન સહકાર વિભાગના સેક્રેટરી ડો. કે.એમ. ભિમજીયાણી, કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ, રાજ્યમંત્રી શ્રી બ્રીજેશભાઇ મેરજા, મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, ધારાસભ્ય શ્રી આર.સી.ફળદુ, ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, કલેકટર શ્રી ડો. સૌરભ પારઘી, કમિશ્નર શ્રી વિજય ખરાડી,જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિહિર પટેલ, પશુપાલન વિભાગના નાયબ નિયામક અને જામનગર જિલ્લાના નોડલ ઓફિસર શ્રી ડો. અમિત કાનાણી, પશુપાલન વિભાગના અધિકારીશ્રીઓ, જામનગર મહાનગપાલિકા તથા જિલ્લા વહીવટી તંત્રના પદાધિકારીશ્રી, અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઉમેશ માવાણી – જામનગર

 

Related posts

જામનગર જીલ્લામાં ગુનાખોરી નાબુદ કરવા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબની સુચના અને મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી જયવિરસિંહ એન. ઝાલા સાહેબ તથા પોલીસ ઇન્સપેકટર શ્રી એમ.જે.જલુ સાહેબના માર્ગદર્શન મુજબ જામનગર સીટી એ ડીવી.પો.સ્ટે. ગુ.ર.નં-૧૧૨૦૨૦૦૮૨૨૧૨૭૩ આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧-બી)એ,૨૯ મુજબા ગુન્હાની તપાસ શ્રી પો.સબ.ઇન્સ. એમ.વી.મોઢવાડીયા નાઓ ચલાવી રહ્યા હોય અને આ કામે અટક કરેલ આરોપી તનવીરભાઇ ઇકબાલભાઇ ઇબ્રાહીમભાઇ વિજડીવાડા જાતે- મુસ્લીમ ખત્રી ઉવ.૩૨ ધંધો- “વીર બ્રાસ કોપ” નો વેપાર રહે. ખોજાગેઇટ રતનબાઇ કન્યા શાળા સામે જામનગર વાળાની દિન-ર ની રીમાન્ડ લઇ રીમાન્ડ દરમ્યાન મજકુર આરોપીની સઘન પુછપરછ કરતા તેના રહેણાંક મકાનેથી વધુ ગેરકાયદેસર દેશી બનાવટની મેજીન સાથેનુ પીસ્ટલ નંગ-૦૧ કિ.રૂ-૨૫૦૦૦/ તથા કાર્ટીસ નંગ-૦૨ કિ.રૂ-૨૦૦/- તથા અન્ય મેજીન નંગ-૦૧ કિ.રૂ-૫૦૦/- મળી કુલ કિ.રૂ-૨૫,૭૦૦/- નો મુદામાલ ગુન્હાના કામે કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને આ હથીયાર અંગે વધુ તપાસ તજવીજ ચાલુ છે. આ કામગીરી પો.ઇન્સ. એમ.જે.જલુ સાહેબ તથા પો.સબ.ઇન્સ. એમ.વી.મોઢવાડીયા સા. તથા પો.હેડ.કોન્સ દેવાયતભાઇ રામાભાઇ કાંબરીયા તથા મહિપાલસિહ મયુરસિંહ જાડેજા તથા યુવરાજસિંહ વિક્રમસિંહ જાડેજા તથા જીતેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા તથા પો.કોન્સ શિવરાજસિંહ નટુભા રાઠોડ તથા મહાવીરસિંહ વનરાજસિંહ જાડેજા તથા વનરાજભાઇ ભગુભાઇ ખવડ તથા પ્રવિણભાઇ ભીખાભાઇ પરમાર તથા રવીરાજસિહ રાજેન્દ્રસિંહ જાડેજા તથા યોગેન્દ્રસિંહ નીરૂભા સોઢા તથા વિક્રમસિંહ ભરતસિંહ જાડેજા દ્રારા કરવામા આવેલ છે.

શ્રી હડિયાણા કન્યા શાળામાં સ્વંય શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી

Gujarat Darshan Samachar

જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ ના સંગઠ્ઠન મહામંત્રીએ રાજીનામું આપતા કોંગ્રેસમાં ચુંટણી પહેલા જ ભંગાણ પડ્યું છે ક્ષત્રિય સમાજ ના બહોળું મિત્રવર્તુળ ધરાવે છે

Leave a Comment

टॉप न्यूज़