તા.7/ 8 તથા 13/14/15 પુરાતત્વીય સંગ્રહાલય લાખોટા કોઠા ખાતે જાહેર જનતા માટે ખુલ્લુ મુકાશે
આઝાદી ના અમૃત મહોત્સવ નિમિત્તે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો ચાલી રહ્યા છે. જેના ભાગરૂપે NDC અને જામનગર મહાનગરપાલિકા ના સહયોગથી શહેરના કલાકારો દ્વારા હર ઘર તિરંગા કાર્યક્રમ ને અનુરૂપ તૈયાર કરેલ કૃતિઓનું ચિત્ર પ્રદર્શન આજે સવારે લાખોટા કોઠા ખાતે મેયર શ્રીમતી બીનાબેન કોઠારીના હસ્તે ખૂલ્લુ મૂકવામાં આવ્યું હતું
તારીખ 13 /14 અને 15 ના રોજ યોજાનાર હર ઘર તિરંગા અભિયાનમાં જામનગરના તમામ નાગરિકો સહભાગી બને ઘરે-ઘરે રાષ્ટ્ર ધ્વજ લહેરાય તેવા આશય સાથે ND ક્રીએટિવ ગ્રુપ દ્વારા શહેરના આર્ટિસ્ટ પાસે ખાસ વિષય “અભિવ્યક્તિની આઝાદી” થીમ પર ચિત્ર નિર્માણ કરાવવામાં આવ્યા હતા, જે પ્રદર્શન આજે જામનગર વાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું જેને શહેરીજનો તા.7/8 ઓગસ્ટ અને તારીખ 12/13/14 ઓગસ્ટ સુધી પુરાતત્વીય સંગ્રહાલય લાખોટા કોઠા ટિકિટબારી પાસેના હોલમાં નિહાળી શકશે.
આ કાર્યક્રમમમાં મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, સ્ટે. કમિટીના ચેરમેન શ્રી મનીષભાઈ કટારિયા, શહેર ભાજપ અધ્યક્ષ શ્રી વિમલ ભાઈ કગથરા, 78 વિધાનસભાના શ્રી હિરેનભાઈ પારેખ, NDCના શ્રી જયેશભાઈ વાઘેલા , ક્યુરેટર શ્રી બુલબુલ બેન ઉપસ્થિત રહ્યા હતા. આ તકે કલાકારોને ઉપસ્થિત અતિથિ વિશેષ ના હસ્તે સર્ટિફિકેટ અને પ્રોત્સાહન ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા.
ઉમેશ માવાણી – જામનગર