જામનગર શહેર જિલ્લાના પણ તમામ પોલીસ સ્ટેશનના મુખ્ય અધિકારી કર્મચારીઓ તેમજ જામનગરની ટ્રાફિક શાખા ના પણ ૨૦ થી વધુ અધિકારી કર્મચારી પણ બોડીવોર્મ કેમેરા થી સજ્જ બન્યા છે. આઠ કલાકની બેટરી સાથે કાર્યરત એવા બોડીવોર્મ કેમેરાનું છેક ગાંધીનગરથી સંચાલન થઈ રહ્યું છે.
રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલા કેમેરાની જામનગરના જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા વિવિધ પોલીસ સ્ટેશનમાં ફાળવણી કરી દેવામાં આવી છે, અને જામનગર શહેરના ત્રણેય પોલીસ ડિવિઝન ઉપરાંત ટ્રાફિક શાખા તથા એલસીબી એસઓજી શાખાની ટુકડી વગેરેને કેમેરાની ફાળવણી કરી દેવામાં આવી છે, ઉપરાંત જામનગર જિલ્લાના તાલુકા કક્ષાના પોલીસ મથકોમાં પણ બોડીવોર્મ કેમેરાની ફાળવણી કરી દેવામાં આવી છે, અને આવા કેમેરાઓ કાર્યરત પણ થઈ ગયા છે.
ખાસ કરીને ટ્રાફિક શાખાના અધિકારી કર્મચારીઓ સાથે લોકોના સંઘર્ષના અનેક બનાવો બનતા હોય છે. જેને ધ્યાનમાં રાખીને જામનગર શહેરની ટ્રાફિક શાખા ને પણ ૨૦ બોડીવોર્મ કેમેરા ફાળવવામાં આવ્યા છે. જેના ભાગરૂપે જામનગરના ટ્રાફિક શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર વાય.જે.વાઘેલા, પીએસઆઇ એ.એલ.ઝાલા સહિતના ત્રણ પોલીસ સબ. ઇસ્પેક્ટર, બે એએસઆઈ, સાત પોલીસ હેડ કોન્સ્ટેબલ, આઠ કોન્સ્ટેબલ વગેરે સહિત ૨૦ પોલીસ અધિકારી કર્મચારીઓ જામનગર શહેરમાં બોડીવોર્મ કેમેરા થી સજ્જ થઈને ટ્રાફિકની ફરજ બજાવી રહ્યા છે.
જિગર રાવલ – જામનગર