‘હર ઘર તિરંગા’ લહેરાવા માટે લોકોને કરી ખાસ અપીલદેશભક્તિની મુહિમને તોડનારાને દેશ માફ નહી કરે.
ગાંધીનગરમાં આયોજિત હર ઘર તિરંગા કાર્યક્રમમાં હાજર રહેલા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લોકોને એક અપીલ કરતા જણાવ્યુ કે કોઈ મફતમાં તિરંગો આપે તો લેતા નહીં, આપણે આપણો તિરંગો જાતે જ ખરીદવાનો છે. બધાએ ઘર પર તિરંગો લહેરાવવાનો છે. દેશમાં 75 વર્ષ બાદ માહોલ ઉભો થયો છે, આ માહોલ અને અવસરને ચૂકશો નહીં. દેશભક્તિની મુહિમને તોડનારાને દેશ માફ નહી કરે.
જિગર રાવલ – જામનગર