જામનગર તા.૧૨ ઓગસ્ટ, રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે ધ્રોલ તાલુકાની વિવિધ છાત્રાલયોની મુલાકાત લઈ વિદ્યાર્થીનીઓ તેમજ વોર્ડ નં-૬ની બહેનોનાના હસ્તે રાખડી બંધાવી રક્ષાબંધનના પવિત્ર પર્વની ઉજવણી કરી હતી. મંત્રીશ્રીએ શ્રી લેઉવા પટેલ કન્યા છાત્રાલય, શ્રી એમ. ડી.મહેતા કન્યા છાત્રાલય, શ્રી આહીર સમાજના કન્યા છાત્રાલયની મુલાકાત લઈ વિદ્યાર્થીનીઓના હસ્તે રાખડી બંધાવી હતી. આ મુલાકાત દરમિયાન વિવિધ આગેવાનો દ્વારા મંત્રીશ્રીનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રી એ રક્ષાબંધનના પવિત્ર પર્વે ધ્રોલ ખાતે પાંજરાપોળની મુલાકાત લઈ ગાય માતાનું પૂજન કરી ગાય માતાને રાખડી બાંધી અને રાજ્યભરમાંથી લમ્પી વાયરસ નાબૂદ થાય એ માટે પ્રાર્થના કરી હતી.
મંત્રીશ્રીની આ મુલાકાત દરમિયાન શ્રી નવલભાઈ મૂંગરા, શ્રી રસિકભાઈ ભંડેરી, શ્રી રીતેશભાઈ, શ્રી હિરેનભાઈ, શ્રી નરેશભાઇ, શ્રી ભીમજીભાઈ વગરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ઉમેશ માવાણી – જામનગર