રખડતાં ઢોર અંગે ગુજરાત હાઇકોર્ટે આકરું વલણ અપનાવતા જામનગર સહિત ગુજરાતમાં તંત્ર રખડતાં ઢોર પકડવા દોડ્યું
સાંજ સુધીમાં રખડતા પશુને લઇ ગુજરાત સરકાર પગલાં લે નહીં તો…., ગુજરાત હાઇકોર્ટનો સરકારને આદેશ
• રખડતા પશુને લઈને ગુજરાત હાઈકોર્ટનું આકરૂ વલણ
•સાંજ સુધીમાં પગલા લો નહીં તો કોર્ટે આકરો હુકમ કરવો પડશે: HC
• રખડતા પશુના કારણે કોઈનો જીવ ન જવો જઈએ: HC
જામનગર મહાનગરપાલિકા ધ્વારા શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ભટકતા ઢોરોનો ત્રાસ દૂર કરવા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. જે અનુસંધાને શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઢોરો પકડવા માટે ૪–ટીમોની રચના કરી, દૈનિક બે શિફ્ટમાં કામગીરી કરવામાં આવે છે. ચાલુ માસ દરમ્યાન ફુલ-૫૮ ઢોરોને પકડવામાં આવેલ છે. તેમજ ચાલુ વર્ષે કુલ-૧૧૮૬ ઢોરોને પકડવામાં આવેલ છે અને કુલ ૭૪૫ ઢોરોને અમદાવાદ સ્થિત શ્રી ગોપાલ કૃષ્ણ જન કલ્યાણ સેવા ટ્રસ્ટ, પાંજરાપોળ ખાતે મોકલી દેવામાં આવેલ છે.
આગામી સમયમાં આ ઝુંબેશ વધુ સઘન બનાવવામાં આવનાર હોય, ઢોર માલિકોને પોતાના માલિકીના ઢોરો જાહેર રોડ રસ્તા ઉપર ન છોડવા તાકીદ કરવામાં આવે છે અને જાહેર રોડ-રસ્તા ઉપર ખાનગી માલિકીના ઢોરો પકડાશે, તેવા કિસ્સામાં ઢોર માલિકો સામે દંડકીય કાર્યવાહી ઉપરાંત સી.આર.પી.સી. ક્લમ-૧૩૩ હેઠળ ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવશે. જેની દરેક ઢોર માલિકોએ સ્પષ્ટ નોંધ લેવા જામનગર મહાનગરપાલિકા ધ્વારા જાણ કરવામાં આવે છે.