એસ.ઓ.જી સ્ટાફના મણસો મેઘપર(પડાણા) પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન પોલીસ હેડ કોન્સટેબલ અરજણભાઈ કોડીયાતર તથા રમેશભાઈ ચાવડા તથા ચંન્દ્રસિંહ જાડેજાને ખાનગી રાહે હકીકત મળેલ કે મેઘપર(પડાણા) ગામ પાસે મારૂતીના શો રૂમની પાછળ આવેલ પ્લાન્ટ-ટેક ઈન્ડસ્ટ્રીયલ સર્વિસના યાર્ડની બાજુમાં આવેલ જાહેર જગ્યામાં વિશ્વરાજસિંહ અજીતસિંહ જાડેજા રહે જાખર ગામ વાળો પેટ્રોલ-ડિઝલના ટેન્કરમાંથી ગેરકાયદેસર રીતે પેટ્રોલ-ડિઝલ કાઢી તેનું વેચાણ કરતા હોય તેવી હકીકત આધારે રેઇડ કરતા સદરહુ જગ્યા એથી પેટ્રોલ ડિઝલ ચોરી છળકપટ થી ટેન્કરમાંથી કાઢી પોતાના અંગત ફાયદા માટે પોતાના કબ્જામાં રાખેલ હોય જેથી પેટ્રોલ લીટર ૮,૦૦૦/- તથા ડીઝલ લીટર ૪,૦૦૦/- તથા પેટ્રોલ ડીઝલ કાઢવા ના સાધનો મળી શકપડતી મિલકત તરીકે C.R.P.C. કલમ ૧૦૨ મુજબ કુલ રૂપીયા ૧૬,૩૬,૩૫૦/-નો મુદામાલ કબ્જે કરેલ છે મજકુર બંને ઈસમો વિરૂધ્ધ મેઘપર(પડાણા) પોલીસ સ્ટેશનો કાયદેસર કાર્યવાહી કરી સોંપી આપેલ છે.
આરોપી નં-૧ વિશ્વરાજસિંહ અજીતસિંહ જાડેજા ઉ.વ.૧૯ ધંધો વેપાર રહે. જાખર ગામ તા.લાલપુર જી.જામનગર આરોપી નં-૨ વિરેન્દ્રસિંહ હરીસિંહ જાડેજા ઉ.વ.રર ધંધો ટેન્કર ડ્રાઈવર રહે. ભીમરાણા ગામ તા.દ્વારકા જી.દેવભૂમિ દ્વારકા
આ કાર્યવાહી એસ.ઓ.જી. ઈન્ચાર્જ પોલીસ ઇન્સપેકટરશ્રી બી.એન.ચૌધરી તથા પો.સબ.ઇન્સ એ.એસ.ગરચર તથા એ.એસ.આઇ ચેન્દ્રસિંહ જાડેજા તથા પોલીસ હેડ કોન્સ અરજણભાઇ કોડીયાતર તથા રમેશભાઇ ચાવડા તથા મયુદીનભાઇ સૈયદ તથા અનીરુસિંહ ઝાલા તથા રાયદેભાઇ ગાગીયા તથા પો.કોન્સ સોયબભાઇ મકવા તથા.એ.એસ.આઇ એ.બી.જાડેજા તથા ડ્રા.પો.હેડ.કોન્સ સહદેવસિ ચૌહાણ વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.