કમ્મરતોડ મોંઘવારી તથા બેકારી અને બેરોજગારીથી પરેશાન યુવાનો અને પ્રજાને સ્પશૅતી સમસ્યાઓને ઉજાગર કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આવતીકાલ તા. ૧૦મીને શનિવારના રોજ સવારે ૮:૦૦થી બપોરના ૧૨:૦૦ વાગ્યા સુધી સાંકેતિક બંધનું એલાન આપવામાં આવ્યું છે તેના ભાગરૂપે મોરબી જિલ્લા કોંગ્રેસના કાર્યકરોએ ભાજપની સરકારે વેપારી આલમને કમ્મરતોડ મોંઘવારી – બેકારી અને બેરોજગારીના ભરડામાં લઇ લીધા છે ત્યારે તેના વિરોધમાં કોંગ્રેસ પ્રેરિત બંધના કાર્યક્રમને સફળ બનાવવા બંધના કાર્યક્રમમાં જોડાવા અને પૂરતો સાથ-સહકાર આપવા આમ જનતાને અપીલ કરવામાં આવેલ…
કોંગ્રેસ દ્વારા 10 સપ્ટેમ્બરે જ ગુજરાત બંધનું એલાન કેમ?.
મોંઘવારી તથા બેકારી અને બેરોજગારીથી ઘણા સમયથી પરેશાન છે દેશના યુવાનો આમ છતા કોંગ્રેસ મોન, અલગ અલગ વિભાગના કર્મચારીઓ દ્વારા અનેક આંદોલનો છતાં કોંગ્રેસ મોન, ખેડૂતોના પ્રશ્નો બાબતે કોંગ્રેસ મોન, જેતે વિસ્તારમાં ગ્રામ્ય અને શહેરના પ્રશ્નો બાબતે પણ કોંગ્રેસ મોન, જે વિસ્તારમાં કોંગ્રેસના ધારાસભ્યો છે ત્યાં વિકાસના નામે મીંડું છતાં કોંગ્રેસના ધારાસભ્યો મોન, જ્યારે સંપૂર્ણ કોંગ્રેસની આવી પરિસ્થિતિ હોય ત્યારે જનતા પૂછી રહી છે કે કોંગ્રેસી કાર્યાકરો પોતાના બિલમાં થી બહાર આવી રહ્યા છે તો શું ઇલેક્શનના ભાગ રૂપે લોકોને ભર્મિત કરવા માટે આવા કાર્યક્રમો કરવામાં આવતા હસે. જેવી અનેક ચર્ચાઓ ચાલી રહી છે
ભ્રષ્ટાચારથી લોકો પીડાઈ રહ્યા છે ઉપરાંત બેરોજગારી અને મોંઘવારીની સમસ્યાથી તમામ લોકો ગુજરાત ભરમાં પીડાઈ રહ્યા છે આ પીડા કોની પાસે ઠાલવવી તે પણ ગુજરાતની જનતા માટે એક સવાલ છે કોના પર વિશ્વાસ મુકવો ક્યાં પક્ષ ઉપર વિશ્વાસ કરવો જેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે
અનેક સમસ્યાઓ હોવા છતાં પણ સરકારે એક પણ નિર્ણય લીધો નથી એટલે મોરબી ગુજરાતની જનતાને બંધમાં જોડાવા માટે અપીલ કરવામાં આવી હતી અને અપીલને સમર્થન આપવામાં આવે તેવું કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા જણાવવામા આવ્યું હતું. રોજગારી, જૂની પેન્શન યોજના સહિતના પ્રશ્નોમાં સરકારે કોઈ પગલા નથી લીધી તેવા કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા ત્યારે હવે જોવાનું એ રહેશે કે 2022 ની જે ચૂંટણી યોજાવા જઈ રહી છે તે ચૂંટણીમાં ભાજપ ઉપર કેટલી અસર પડશે હાલમાં તો ભાજપ દ્વારા ક્યો મુદ્દો આગળ વધારવામાં આવશે તે હવે પ્રશ્નાર્થ ચિન્હ છે કોંગ્રેસને અનેક મુદ્દાઓ મળી ગયા છે જેમાં બેરોજગારી ભ્રષ્ટાચાર મોંઘવારી સહિતના અનેક મુદ્દાઓ કોંગ્રેસની પાસે છે છતાં પણ મોન રહેસે કે પછી જમીન પર ઉતારવાનો પ્રયાસ કરવા માટે ભારત જોડો આંદોલનને શરૂ કરવામાં આવ્યું છે પદયાત્રા શરૂ થતા સમગ્ર દેશભરના 12 રાજ્યોમાં ભારત જોડો કોંગ્રેસની પદયાત્રા રાહુલ ગાંધી દ્વારા શરૂ કરવામાં આવી છે જે 3500 કિલોમીટર સુધી લાંબી આ પદ યાત્રા છે જેમાં આવતા અનેક ગામડાઓ શહેરોને તેમજ બહારના રાજ્યોને આવરી લેવામાં આવ્યા છે દક્ષિણ ગુજરાતમાં ભારત જોડો આ પદયાત્રા શરૂ કરવામાં આવી છે જેને લઈને હવે ગુજરાતમાં પણ જનતામાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને ગુજરાતની જનતાને પણ અપીલ કરવામાં આવી છે કે મોંઘવારી બેરોજગારી ભ્રષ્ટાચારના વિરુદ્ધમાં અને સરકારની જે જુનુ પેન્શન યોજના સહિતના અનેક મુદ્દાઓને લઈને કોંગ્રેસ દ્વારા 10 સપ્ટેમ્બર સવારે 8:00 થી બપોરે 12:00 વાગ્યા સુધી ગુજરાત બંધનું એલાન આપ્યું છે જેને સમર્થન કરવા અપીલ કરવામાં આવી છે