Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

રાતીદેવરી સરપંચની દાદાગીરીથી ગ્રામજનો ત્રાહીમામ.

ગ્રામજનોને મળવાપાત્ર તમામ સુવિધાઓથી વંચિત છતાં સરપંચ પતી પતિનો પાવર સાતમા આસમાને તમારાથી જે થાય તે કરી લો…
મોરબી જિલ્લાના વાંકાનેરના રાતીદેવરી ગામે જ્યારથી સરપંચ પદ ઉપર મરીયમબેન વલીમામદ કડીવારને બેસાડવામાં આવ્યા છે ત્યારથી ગ્રામજનોની હાલત ખુબજ કફોડી થઈ છે અને ગુજરાત સરકારની નલ સે જલ યોજના ખાલી કાગળો ઉપરજ હોવાનું પુરવાર થઈ રહ્યું છે ગામના નાગરિકોને જીવન જીવવા માટે નર્મદાનું પીવાનું મીઠું પાણી પણ પૂરું આપવામાં નથી આવતું અને કીના ખોરી રાખી નર્મદાના પાણીથી વંચિત રાખવાનું મસ મોટું સડ્યાંત્ર મરિયમબેન સરપંચ અને તેમના પતી વલીમામાદભાઈ દ્વારા રચવામાં આવ્યું હતું જેના કારણે રાતીદેવરી ગ્રામજનોએ ત્રણ વખત આંદોલન કરવાની ફરજ પાડવામાં આવી છે અને અમુક પોતાના મળતીયાઓના વિસ્તારોમાં સતત નર્મદાનું પાણી આપવામાં આવતું હોવાની વાતો પણ સામે આવી રહી છે આ બાબતે ગુજરાત સરકારના કદાવર નેતા અને રાજકોટ લોકસભા દસ ઉમેદવારને તેમજ અનેક અધિકારીઓને રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ તપાસના આદેશ કેમ કરવામાં આવતા નથી જનતાનો આક્રોશ કેમ અધિકારીઓને દેખાતો નથી.
વિકાસની વાત કરીએ તો જે કામો રતીદેવરી ગામમાં સરપંચના પતી વલીમામદભાઈ અને કોન્ટ્રાક્ટરની મિલી ભગતની થયા છે તેમાં સંપૂર્ણ પણે ખુલ્લો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે જેનો જાગૃત ગ્રામજનો દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો છે આમ છતાં પણ તાલુકા પંચાયતમાં પોતાની વગનો ઉપયોગ કરી નબળા કામના બિલો પાસ કરાવી લેવામાં આવ્યા છે જેમાં ખુલ્લો ભસ્ટાચાર આચરવામાં આવ્યો છે જેની તાત્કાલિક ધોરણે તપાસ કરવા માટે પણ ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે
રાતીદેવરી ગામે સરપંચ પતિની રહેમ નજર હેઠળ અનેક દબાણો કરવામાં આવેલ જેની લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ હોય જેના વિશે સરપંચને પૂછવામાં આવે ત્યારે સરપંચના પતી દોઢ ડાહ્યા થઈને લોકોને ધમકાવે છે તમારાથી જે થાય તે કરીલો તમામ દબાણો મે કરાવેલા છે અને તે દબાણો હટાવવા પણ નથી તેવું કહીને ગાળો પણ ભાડવામાં આવે છે અને ગ્રામ પંચાયતમાં પણ મહિલા સરપંચની જગ્યાએ તેમના પતીજ બેસે છે અને તમામ વહીવટ પણ તેમના પતી દ્વારા જ ચલાવવામાં આવે છે અને મહિલા સરપંચ ઘરે બેસી તમાસો જોવે છે ત્યારે રાતીદેવરી ગામના ગ્રામજનો ત્રાહીમામ થઈ ચૂક્યા છે ત્યારે આવા લૂખા સરપંચ પતી ઉપર કાયદાકીય પગલા તાત્કાલિક લેવાવા જોઇએ અને સરપંચને સસ્પેન્ડ કરવા જોઈએ અન્યથા ગ્રામજનોએ હિજરત કરવાની ફરજ પડે તેવી ગંભીર પરિસ્થિતિ હાલ નિર્માણ થવા પામી છે ત્યારે જોવું રહ્યું કે અધિકારીઓ શું પગલાં લેશે..

Related posts

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે તાલુકા ત્તથા શહેરના અનુસૂચિત જાતિના આગેવાનો અને સભ્યોનું સંમેલન યોજવામાં આવ્યું.

બોર્ડના 90% પરિણામ, A-2 ગ્રેડ બે વિદ્યાર્થીઓ, પ્રથમ વર્ષે વાંકાનેરની જ્યોતિ વિદ્યાલયની જ્વલંત સફળતા..

વાંકાનેરના ખેડૂતોના ટ્રાન્સફોર્મ બળી જવાના કારણે લાખો રૂપિયાના પાકો નિષ્ફળ જતા હોય ત્યારે તેના જવાબદાર કોણ !!!

Leave a Comment

टॉप न्यूज़